લખાણ પર જાઓ

પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નથુએ કહ્યું: “હા. મનુષ્યની સ્થિતિ પેાતાના કર્તવ્ય અનુ સારજ મળે છે અને પરમાતમાં હંમેશાં ન્યાયી અને દયાળુ છે, તારું જીવન હવે તું કેમ ગાળવા માંગે છે? અને તુ' કયાં જવા ધારે છે ?” દેવદૂતે જણાવ્યું: “મને બધું સરખુ" જ છે.” નથ જરા આશ્ચર્ય પા ખ્યા અને પોતાના અંતઃકરણ સાથે વિચારવા લાગ્યા કે આ મનુષ્ય કોઈ પણ પ્રકારે દુરાચારી લાગતો નથી. એનું બોલવું તદન શાંતિભરેલું છે. પરંતુ પોતાની હકીકત કહેતાં એ ડરે છે. હશે, ગમે એ હોય. એને મારે ઘેર તા તેડીજ જઈશ.” એમ વિચારી દેવદૂતને કહ્યું: “ ભાઈ તું મારી સાથે મારે ઘેર ચાલ. અને ઠંડીથી તું અકળાઈ ગયેલે છે માટે અગ્નિ પાસે બેસી જરા આરામ લે. પછી તારે જે કહેવા કરવાનું હોય તે નિરાંતે મને કહેજે. - હવે નથુનું ઘર નજીક આવવા લાગ્યું એટલે તેને પોતાની સ્ત્રી સાંભરી આવી. તે મનમાં વિચાર કરવા લાગ્યા:-૯ રબીને છોકરાં માટે હું કપડાં ખરીદવા ગયા કમભાગ્યે પૈસા ન મળવાથી કપડાં લઈ ન શક્યો, અને પાસે જે જાજ પૈસા હતા તેને આવી ઠંડીમાં દારૂ પી લીયે. રસ્તે ચાલતાં આ નગ્ન ભિખારીને સાથે ઉપાડી લાવ્યો. ધરમાં ખાવાનું પણ પૂરતું નહિ હાય, એટધે સ્ત્રી ગુસ્સા તા કરવાની જ. હરિ ! હરિ !! જે બને તે ખરૂં' .” નથુ જ્યારે જ્યારે દેવદૂતના માંઢા સામું જોતા એટલે તેના અંતઃકરણમાં કુદરતી પ્રેમ ઉત્પન્ન થઈ આવતો હતો. તેથી બધા વિચારો તે ભૂલી જતા હતા. આવી રીતે વિચારમાં ચાલતાં ચાલતાં દેવદૂત આવે નથુ ઘરની નજીક આવી પહોંચે. Candbillarita Dortal