લખાણ પર જાઓ

પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દઉાસીન અને ફિક્કો પડી ગયેલો જોઈ વિચાર્યું કે પોતાની પાસેના પૈસાનો દારૂ પી ગયો છે. અને સાથે આ રસ્તે ચાલતા ભિખારી દારૂડીઆને પણ ઉપાડી લાવ્યો છે !

નથુ અને દેવદૂત આગળ ઓરડા તરફ ચાલવા લાગ્યા. અને સ્ત્રી પણ પાછળ વિચાર કરતી ચાલી:–“એણે પોતાનું અંગરખું આને પહેરાવ્યું છે અને એની પાસે નીચે કુડતું પણ દેખાતું નથી. એને માથા પર ટોપી પણ નથી.” દેવદૂત ઓરડામાં પેઠો કે એક જગ્યાએ હાલ્યા ચાલ્યા સિવાય ફક્ત નીચી નજર રાખી ઉભો રહ્યો. નથુની સ્ત્રીએ વિચાર્યું કે એ સારો માણસ નથી અને બીધેલા જેવો લાગે છે. એમ વિચાર બાંધી પોતે રસોડામાં ગઈ અને શું વાતચિત થાય છે તે સાંભળવા લાગી.

નથુ પોતાની ટોપી ઉતારી બાંકડા પર બેસી ગયો તે સમજ્યો કે ઘરમાં સ્ત્રીનો મિજાજ ગયો છે. થોડી વાર પછી પોતાની સ્ત્રીને કહ્યું:-“અમને હવે કંઈ ખાવાનું તું આપશે ?” પણ તેણે સાંભળ્યું જ ન હોય તેમ તે બરબડી અને રસોડામાંથી ચૂલા પાસેથી ઉઠીજ નહિ. તે તો પોતાના ધણી તરફ જોઈ નિઃશ્વાસ નાંખ્યા કરતી હતી.

નથુએ આ બાબત કંઇ ધ્યાન પરજ લીધી નહિ. તે દેવદૂત પાસે જઈ કહેવા લાગ્યો:–“ભાઈ, અહીં એક બાજુએ શું કામ ઉભો રહ્યો છે ? આવ, અને આ ગુણીઆ ઉપર બેસ. આપણે હવે વાળુ કરીશું.” પોતાની સ્ત્રીને પૂછવા લાગ્યો:–“કેમ આજે કંઇ રાંધ્યું છે કે નહિ ?”

સ્ત્રીએ કહ્યું:– “રાંધ્યું છે. પરંતુ તમારે માટે તે નથી. દારૂ પી પીને તમે તમારી બુદ્ધિજ ગુમાવી છે ! તમે શહેરમાં મારે સારૂ તથા છોકરાંઓ સારુ કપડાં લેવા ગયા તે ન લાવતાં દારૂ પીને રસ્તે