પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

શ્વરેજ અને એની પાસે મોકલ્યો. નહિ તો એ ઠંડીમાં અકડાઈને મરી જાત. આપણે કેવી રીતે કલ્પના કરી રાકીએ કે એની ઉપર શ' મહાન કષ્ટ ઉતરી પડયું છે? જેથી મેં એને મારું અંગરખું અને પગરખાં પહેરાવ્યાં. અને અહીંના લઈ આવ્યા. હવે તારા અંતઃકરણમાં જરા દયા રાખ. આપણે સર્વને એક વખત મરવું તે છેજ. તો પાપાચરણ કરતાં તરત અટકવું જોઇએ. ” આ સાંભળી સ્ત્રીના અંતઃકરણમાં પાછા ઠપકો દેવાનું મન થઈ આવતું હતું'. પરંતુ તેણે નવા આવેલા શખસની સામે જોયું?. અને કઇ બેલી નહિ દેવદૂત બાંકડાના એક ખૂણા ઉપર આખા 'મિચી મસ્તક નીચું રાખી હાલ્યા ચાલ્યા સિવાય ઉંડા વિચારમાં નિમગ્ન થઈ બેઠેલા હતા. નથુની સ્ત્રી પણ શાંત થઇને બોલ્યા ચાલ્યા સિવાય ઉભી રહી હતી. - નથુએ કહ્યું:- શુ* તારા અંતઃકરણમાં ઈશ્વરને વાસ નથી ?” આ શબ્દોથી સ્ત્રીનું અંતઃકરણ એકાએક નરમ થઈ ગયું. અને તે દેવદૂતના તરફ જોવા લાગી. તેને તેના તરફ પ્રેમવૃત્તિ ઉતપન્ન થઈ. તે તરતજ રસેડામાં ગઈ અને બંનેને માટે ખાવાનું લઈ આવી નથએ દેવદુતને પાસે બોલાવ્યો. અને જેટલી ખાવા આપી. અને બંને જણા સાથે બેસી ખાવા લાગ્યા. નથની સ્ત્રી પણ એક બાજુ ઉભી રહી દેવદુતને બારીકાઈથી જોવા લાગી. એને તેને માટે દિલમાં સદ્ભાવ ઉત્પન્ન થયા. એકાએક દેવદૂતના હોં ઉપર પ્રકાશ ઉત્પન્ન થયો. તેની આંખે ચળકવા લાગી અને તે સ્ત્રીને જોઈ તેણે મ્હોં મલકાવ્યું. નથુ તથા તેની સ્ત્રી બંને આશ્ચર્ય પામ્યાં, દેવદુત અને નથુ બંને જમી રહ્યા પછી શ્રીએ વાસણ ધેયાં. અને તે પછી દેવકૃત પાસે આવીને પૂછવા લાગીઃ- “ ભાઇ, તમે કયાંથી આવે છે? Sa Dortal