પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રચેલો. કેટલીક કવિતા લખી હતી તે ઉપરાંત ‘એન્ડેલુશીયાની જીત’ એ વિષય ઉપર ઐતિહાસિક નવલકથા બનાવી હતી. તેમની કલ્પનાશક્તિ અને ખંત અખુટ હતાં; પુરી વીસ વરસની ઉમર નહોતી થઈ તે વખતે તેમણે ‘અલ મદ્રેસા’ નામનું માસિક કાઢ્યું; જે તેમનાં લખાણોની તીખાશ અને નવીનપણા માટે પ્રસિદ્ધ થએલ. ૧૯૦૦ ની સાલમાં તેમણે ‘લીવા’ પત્ર કાઢ્યું. તે પહેલાં તેઓ ઈજીપ્શીઅન અને પરદેશી માસિક પત્રોમાં તથા છાપાઓમાં લખાણ કરતા. ફ્રેંચ ભાષાનું તેમનું જ્ઞાન સંપૂર્ણ હોવાથી યુરોપી લોકો આગળ ઈજીપ્તનો સવાલ મૂકવાની તેમને કિંમતી તકો મળેલી. આગળ ચાલતાં તેમના પર કામનો અત્યંત બોજો વધ્યો, છતાં પણ વખત બચાવી તેમણે જાપાન વિષે એક પુસ્તક લખ્યું, તથા પૂર્વના સવાલ ઉપર એક ગ્રંથ બનાવ્યો.

તેમના ઘણાખરા ગોરા મિત્ર ફેંચ લોકોમાં હતા; જેઓમાં પાશાના મરણના દુઃખદાયક સાંભળીને હાહાકાર થયા વગર રહેશે નહિ. તેમના સદગુણોને લીધે ઘણા લોકો તેમના તરફ ખેંચાતા. તેમની રીતભાત અને વાતચીતની મીઠાસથી લોકોનાં મન હરાઈ જતાં અને તેઓ મુસ્તફા કામેલ પાશાના (નેશનાલીસ્ટ) પક્ષમાં જોડાતા. મેડમ જુલીએટ એડમ જે તેમનાં જીંદગી સુધીના મિત્ર હતાં તેમણે મુસ્તફા કામેલ પાશાના ભાષણોની ફેંચ આવૃતિની પ્રસ્તાવનામાં લખ્યું છે કે “મુસ્તફા કામેલ પાશાએ આખા