કાર્યથી એટલો બધો આનંદ પામ્યો હતો કે તેને ફક્ત એટલીજ ચિંતા હતી કે દેવદૂત તેની પાસેથી ચાલ્યો ન જાય. નથુએ તેને કદી પૂછ્યું નહિ કે તું ક્યાંથી આવે છે ?
એક દિવસ તેઓ ઘરમાં બેઠા હતા. નથુની સ્ત્રી ઘરકામમાં હતી અને છોકરાંઓ બહાર રમતાં હતાં. નથુ પોતાનાં હથીઆર ઘસતો હતો અને દેવદૂત સીવવાનાં કામમાં ગુંથાયો હતો. તેવામાં નથુનો એક છોકરો બહારથી દોડતો આવી દેવદૂતને વળગી કહેવા લાગ્યો:-“કાકા, જૂઓ, બહાર એક વેપારીની સ્ત્રી આવે છે અને તેની સાથે બે છોકરીઓ છે. તેમાંથી એક બિચારી લૂલી છે.”
છોકરાએ આ કહ્યું કે દેવદૂતે તરતજ પોતાનું કામ પડતું મેલ્યું અને બારીમાંથી આતુરતાથી જોવા લાગ્યો. નથુ આશ્ચર્ય પામ્યો. કારણ કે દેવદૂત કદી પણ પોતાનું કામ છોડી કંઈ પણ જોવા ઉઠતો નહતો.
તે સ્ત્રી નથુને ત્યાંજ આવતી જણાઈ. દરવાજો ઉઘાડી તે અંદર આવી બંને છોકરીઓ માની પાસે પાસે બેઠી. એક છોકરી લૂલી હતી. તેઓને સ્વચ્છ કપડાં પહેરાવેલાં હતાં. નથુ એ આવકાર આપી બાંકડા પર બેસાડ્યાં. તે સ્ત્રીએ કહ્યું કે “આ બંને છોકરીઓ માટે જોડા બનાવવાના છે. તમે બનાવી શકશો ?”
નથુએ કહ્યું:-“ઘણી સારી વાત. મેં કોઈ દિવસ બનાવ્યા નથી. પણ આ મારો માણસ છે તે બનાવી શકશે. માટે એને આપો.”
નથુ દેવદૂતના તરફ જોવા લાગ્યો. દેવદૂત પોતાનું કામ એક બાજુએ પડતું મૂકી બંને છોકરીઓ તરફ તાકી તાકીને જોયા કરતો હતો. નથુ આથી આશ્ચર્ય પામ્યો. બંને નાની છોકરીઓ ઘણીજ સુંદર હતી છતાં પણ નથુ સમજી શક્યો નહિ કે દેવદૂત આટલું બધું તાકી તાકીને છોડીઓને શામાટે જૂએ છે ? નથુએ તે બંને