પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છોકરીઓનાં માપો લીધાં. સ્ત્રીએ કહ્યું કે:–“છોકરીનો એક પગ વાંકો છે. માટે એક જોડો બીજાથી ન્હાનો કરવાનો છે. અને ત્રણ સરખાજ કરવાના છે. કારણ કે બંને છોકરીના પગ સરખાજ છે. તેઓ જોડે જન્મેલાં બચ્ચાંઓ છે.”

નથુએ માપ લીધા બાદ સ્ત્રીને પૂછ્યું કે:- “આ છોકરીનો પગ લૂલો શાથી થયો ? શું જન્મથીજ તે એવો હતો?”

તે સ્ત્રીએ કહ્યું:-“ના. એની માથી ભાંગી ગયો હતો.”

નથુની સ્ત્રી પણ એજ વાતમાં ભળી અને તેણે પૂછ્યું:–“ત્યારે તમે એમનાં મા નથી ?”

તે સ્ત્રીએ જવાબ આપ્યો:- “ના. બહેન, હું એની મા નથી. તેમજ કંઈ સગી પણ નથી. એ છોકરાંઓ મને તદ્દન અજાણ્યાં હતાં. મેં તેમને દત્તક લીધાં છે.”

“ત્યારે તે તમારાં છોકરાં નથી છતાં તમે એને એટલાં બધાં ચાહો છો?”

“હું એમને ચાહ્યા વિના કેમ રહું ? મેં મારૂં દુધ પાઈને એમને ઉછેર્યાં છે, મારૂં એક પોતાનું છોકરૂં પણ હતું. પરંતુ તેને ઇશ્વરે પાછું લઈ લીધું.”

“ત્યારે આ છોકરાં ખરી રીતે કોનાં છે ?”


પ્રકરણ ૯ મું.

તે જ સ્ત્રીએ પછી બન્ને છોકરાંની વાત કરવા માંડી: “સાત વર્ષ ઉપર આ છોકરાંઓ એકજ અઠવાડીઆમાં માબાપ વગરનાં થઈ ગયાં. એમના પિતાનો અગ્નિદાહ મંગળવારે થયો હતો. અને માનો શુક્રવારે થયો હતો. એમનો