પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

યુરોપની મુસાફરી કરી છે, જે દરમ્યાન રાજદ્વારી અને છાપાખાના નામીચા માણસો સાથે તેમણે દોસ્તી બાંધી છે. એ દોસ્તી પોતાના દેશના હિત માટે તેમને કામ લાગેલી.

બ્રિટીશ રાજનો અમલ થયા પછી ઈજીપ્શીઅન સામે તિરસ્કાર અને આંધળાપણું બતાવવાનું જે પૂર શરૂ થએલું તેને અટકાવી દેવા માટે મુસ્તફા કામેલ પાશાનો મહાન પ્રવાસ હતો. તેમાં તેમને ફતેહ મળેલી એ વાતની કોઈ ના પાડશે નહીં. આજે ફ્રેંચ લોકો બધી જગ્યાએ ઈજીપ્શીઅન વિષે ઉંચો મત ધરાવે છે, અને તેમના તરફ ઘણી દિલસોજી બતાવે છે તે મુસ્તફા કામેલ પાશાએ આદરેલી મહાન લડતને લીધે છે. ભાષણો, સંવાદો, અને લખાણો વડે તેમણે બતાવી આપ્યું હતું કે દેશોન્નતિ માટે ગમે તેટલી મહેનત કરતાં પણ તેઓ થાકે તેમ નહોતું. તેમનાં લખાણો અને ભાષણોમાંથી ઈટાલીના મહાન દેશ ભક્ત માઝીનીનાં સિદ્ધાંતો મળી આવે છે. સત્ય અને ન્યાયનો અંતે જય છે એવો માઝીનીનો જે વિશ્વાસ હતો તે પાશાનાં ભાષણો અને લખાણોમાં બહુ જોવામાં આવે છે. બેદરકારી, સ્વદેશાભિમાનની ખામી, અને કાયરતા, એટલા દુર્ગણુને તેઓ ઇજીપ્તના દુશ્મન બરાબર ગણતા, અને તેથી તેને દૂર કરવા મોટી તકરારોમાં ઉતરતા.

પશ્ચિમના અકલમંદીનાં સાધનો વગર ઇજીપ્તની ખરી ઉન્નતિ થશે નહિ એમ તેમને ચોકસ ઠસી ગયું હતું. પશ્ચિમ