લખાણ પર જાઓ

પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એથી પરમાત્માએ મને એટલું બધું દુધ આપ્યું કે હું ત્રણે છોકરાંને ઉછેરી શકી.

“પરંતુ મારૂ છોકરૂં બે વર્ષની ઉમ્મરનું થઈને ગુજરી ગયું, અને ત્યાર પછી ઈશ્વરે મને બીજું છોકરું આપ્યું નથી. પડોશી લોકોએ પણ પાછળથી વિચાર કરી ઠરાવ્યું કે એ છોકરાને હંમેશ મારેજ રાખવાં. હવે એ મારાં છોકરાંઓને ચાહ્યા સિવાય હું કેવી રીતે રહું ? જેવી રીતે મીણબત્તીને જેટલું મીણ છે તેવી રીતે આ છોકરીઓ મને છે.’ ત્યાર પછી તેણે લૂલી છે. કરીને પોતાની પાસે લીધી અને આંખમાંના આંસુ લૂછી નાંખ્યા.

આ વાત સાંભળી નથુની સ્ત્રીને તે છોકરાંઓ પ્રત્યે અત્યંત દયા ઉપજી. અને તે કહેવા લાગી:- “બહેન, એક કહેવત છે તે ખોટી નથી, કે માબાપ સિવાય બીજા પણ ચાહી શકે છે પરંતુ જીવાડવું તો ઈશ્વરના જ હાથમાં છે.”

આ રીતે જ્યારે તેઓ વાત કરતાં હતાં ત્યારે એકાએક જાણે દેવદૂત બેઠો છે તે ખૂણામાંથી આવતા પ્રકાશથી ઓરડો પ્રકાશમય થઈ ગયો. તેઓ બધાં દેવદૂત તરફ જોવા લાગ્યાં. અને દેવદૂત પોતાના બે હાથ જોડી ઉંચું જોઈ હસ્યા કરતો હતો.


પ્રકરણ ૧૦ મું.

તે સ્ત્રી છોકરાંઓને સાથે લઈ ચાલી ગઈ. દેવદૂત પોતાના બાંકડા ઉપરથી ઉભો થયો, પોતાનું કામ એક બાજુએ જ છોડી દીધું. નથુ અને તેની સ્ત્રીને તેણે વાંકા વળી નમન કર્યું, અને બોલ્યો: “હવે હું આપની પાસેથી રજા માગું છું. ઈશ્વરે મને હવે માફી આપી છે. મેં કંઈ પણ ખોટું