પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મેં તે ગૃહસ્થના તરફ જોયું અને એકાએક તેની પછવાડે અંતરીક્ષમાં મેં મારા મિત્ર યમરાજ=(જીવ લેનાર દૂત) ને જોયા. મારા સિવાય બીજા કોઈએ તેને જોયા નહતા. અને મેં જાણ્યું કે સંધ્યાકાળ પહેલાં આ પૈસાદાર ગૃહસ્થનો પ્રાણ મારા મિત્ર યમરાજ લેશે. અને મેં તેજ વખતે વિચાર કર્યો કે આ ગૃહસ્થ. જોડા વર્ષ દિવસ સુધી પહોંચવા જોઈએ એમ કહેવા માંગે છે પરંતુ તે પામર મનુષ્ય જાણતો નથી કે આજે સંધ્યાકાળ અગાઉ તો તેનું મૃત્યુ છે. મને તરતજ ઇશ્વરનો બીજો શબ્દ યાદ આવ્યો: ‘મનુષ્યને શું નથી આપવામાં આવ્યું તે તુ શિખીશ.’

મનુષ્યનામાં શું રહેલું છે તેની તો મને ખબર પડી જ હતી. હવે મનુષ્યને શું આપવામાં નથી આવ્યું તે પણ મને સમજાયું. મનુષ્યને એ જાણવાની શક્તિ આપવામાં આવી નથી કે તેમના દેહને માટે તેમને શાની જરૂર પડશે. એ જાણવાથી હું બીજી વખત હશ્યો. મારા મિત્ર યમરાજને જોવાથી હું અત્યંત રાજી થયો હતો, તેમજ પરમાત્માએ મને જણાવેલા બીજા શબ્દ વિષે પણ મારા પર પ્રકાશ પડ્યો તેથી હું અત્યંત રાજી થયો.

પરંતુ હજુ પણ ઇશ્વરનો ત્રીજો શબ્દ, મનુષ્ય શાથી જીવે છે ? એ હું સમજ્યા ન હતો. એ શબ્દનો અર્થ મને પરમાત્મા પ્રકાશિત કરી બતાવે ત્યાં સુધી મેં થોભવાનોજ વિચાર રાખ્યો. અને છઠ્ઠે વર્ષે બે સાથેજ જન્મેલી છોકરીઓને લઇ એક સ્ત્રી દુકાનમાં આવી. મેં તેમને ઓળખ્યાં. અને તે બચ્ચાંઓ કેવી રીતે જીવી શક્યાં તે પણ મેં જાણ્યું. હું જ્યારે તે છોકરાંઓની માનો પ્રાણ લેવા ગયો હતો ત્યારે તે સ્ત્રી આજીજીથી કહેતી હતી, કે “માબાપ સિવાય આ બચ્ચાંઓ કેવી રીતે જીવી શકે ?” અને હું પણ એમ માનતો હતો