પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કોઈ પણ મનુષ્યને એ જાણવાની શક્તિ આપી નથી, કે પેતાની જીંદગી વાસ્તે તેને શું શું જોઈએ છે ! કોઈ પણ મનુષ્યને એ જાણવાની શક્તિ આપી નથી કે પોતાના જીવિત દેહને માટે તેણે કપડાં ખરીદવાની જરૂર છે, કે સાંજના પોતાના મૃતક દેહને ઓઢાડવા રેશમનાં કપડાંની જરૂર પડશે?

જ્યારે હું મનુષ્ય તરીકે દેવળની પાસે નગ્નાવસ્થામાં પડ્યો હતો ત્યારે હું મારી પોતાની સંભાળથી કંઈ જીવી શક્યો ન હોત. પરંતુ આપ તથા આપની સ્ત્રીએ મારા ઉપર અત્યંત સ્નેહ બતાવ્યો, અને આપના અંતઃકરણમાં પ્યાર અને દયાની લાગણી હતી, તેથીજ આપે મારી સારવાર કરી મને સુખી કર્યો. પેલાં જોડે જન્મેલાં માબાપ વિનાનાં બાળકો શા માટે જીવી શક્યાં ? કારણ કે અજાણી સ્ત્રીએ તેમના પર પ્યાર રાખી અત્યંત સ્નેહથી ઉછેર્યાં. આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ, કે મનુષ્ય માત્ર ફક્ત પોતાનીજ સંભાળથી જીવી શકતાં નથી. પરંતુ જે સ્વાભાવિક પ્યાર એક બીજાનાં અંતરમાં વસી રહેલો છે, તેથીજ જીવી શકે છે.

પ્રથમ હું જાણતો ન હતો કે પરમાત્માએ દરેક મનુષ્યને જીંદગી અર્પણ કરી છે અને તેનીજ ઈચ્છાથી જીવે છે. હવે હું એક બીજી વાત પણ સમજ્યો છું કે મનુષ્ય સ્વાર્થ સારૂજ ન જીવે એમ ઈશ્વરે ઈચ્છયું, અને તેટલા માટે દરેક મનુષ્યને પોતાની જાતને માટે શાની જરૂર છે, તે પ્રસિદ્ધ ન કર્યું. મનુષ્યો એમ સમજેલાં દેખાય છે કે તેઓ દરેક પોતપોતાની સંભાળ રાખવાથી જ જીવે છે. પરંતુ સત્ય રીતે જોઈએ તો ખબર પડશે કે દરેક મનુષ્ય એક બીજાના પ્રત્યે પ્રેમવૃત્તિ રાખવાથીજ અને એકત્ર રહેવાથી જીવી શકે છે. જે મનુષ્ય બધી સ્થિતિમાં પ્રેમનો કાયદો પાળી તે મુજબ વર્તન