પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રાખે છે, તે મનુષ્યમાં ઈશ્વરનો, વાસ છે. કારણ કે

ઇશ્વર એજ પ્યાર છે.

દેવદૂત આટલું બોલી ઈશ્વરના ગુણોની સ્તુતિ કરવા લાગ્યો. અને તેના અવાજથી નથુનું ઘર ગાજી રહ્યું. એટલામાં એકાએક નથુના ઘરના છાપરાના બે વિભાગ થઈ ગયા અને ઘરની અંદર દેવદૂત ઉભો હતો તે જગ્યા એકદમ ફાટી અને તેમાંથી અગ્નિની જવાળા નીકળી ઊંચે આકાશમાં જવા લાગી. નથુ, તેની સ્ત્રી અને છોકરાંઓ તો આ બનાવથી બેભાન થઈ જમીન પર પડી ગયાં. દેવદૂતના ખભા ઉપર બે પાંખો નીકળી આવી. તેનું શરીર અત્યંત પ્રકાશમાન દેખાવા લાગ્યું. અને તે ઉભો હતો તે જગ્યાએથી એકદમ ઉંચે ઉડી ગયો, અને દેખાતો બંધ થઈ ગયો.

નથુ થોડીવારે ઉઠીને જૂએ છે તો જમીન હતી તેવી સરખી થઈ ગઈ હતી અને ઘરનું છાપરું પણ સરખું થઈ ગયું હતું. તેણે દેવદૂતને પણ ઘરમાં ન જોયો. તેણે પોતાની સ્ત્રીને જાગૃત કરી. અને દેવદૂત ત્યાં ન હોવાનું જણાવ્યું. તે જાણી બંને અત્યંત દીલગીર થયાં. દેવદૂતના આવ્યા પછી નથુની સ્થિતિ ઘણીજ સારી થઈ હતી. તેણે દારૂ પીવાનું પણ છોડી દીધું હતું. દેવદૂતની બધી સ્થિતિ અને હકીકત સંભારી નથુને પણ જ્ઞાન ઉત્પન્ન થયું, અને તે પોતાની સર્વ સ્થિતિમાં પ્રેમનો કાયદો અંતઃકરણપૂર્વક પાળવાનો નિશ્ચય કરી તે મુજબ વર્તવા લાગ્યો.

સમાપ્ત.