હે એથેન્સના લોકો, મારી ઉપર તહોમત મુકનારાના
બોલથી તમે કેટલે દરજ્જે દોરવાયા છો તેની મને ખબર નથી.
તેમનાં વચન એવાં ભરમવાળાં અને સાચાં દેખાતાં હતાં કે હું
પોતે મારું ભાન ભૂલી ગયેલો. છતાં હું કહું છું કે તેઓ જે
બોલ્યા છે તે જુઠાણું છે. તેઓના બધા જુઠાણામાંનું એક તો
મને બહુ અજાયબી ભરેલું લાગ્યું. તેઓએ તમને કહ્યું છે કે
તમારે મારા છટાદાર ભાષણથી ભોળવાઈ ન જવું. છટા તો
તેએા વાપરે છે. મને છટા આવડતી નથી. પણ જો સત્યને
તેઓ છટા કહે તો તે મારામાં છે એમ હું કબૂલ કરું છું. પણ
જો મને સત્યવાદી તરીકે તેએા કબૂલ રાખે તો તેઓ જેને
છટાદાર માને છે તેવી જાતનો છટાદાર હું નથી. કેમકે તેઓ
ભપકાથી બોલ્યા છે, છતાં તેઓના બોલમાં કંઈ સાચું નથી.
હું તો તમારી આગળ જે સાચું છે તે જ, અને તે બધું રજુ
કરવાનો છું. હું કંઈ તમારી આગળ ઘડેલું ભાષણ લાવ્યો નથી.
હું ઘરડો છું. મારે તમારી આગળ છટા કે ભપકો વાપરવાનાં
હોય નહીં. એટલે હું જેમ તમારી આગળ હંમેશાં બોલું છું
તેવી જ સાદાઈથી બોલું તો તમે તાજુબ ન થજો. મને હવે
સીતેર ક૨તાં વધારે વરસ થયાં છે. તેમાં આજે પહેલોજ મને
અદાલતનો અનુભવ થાય છે. તેથી અદાલતના ભપકાની અને
અદાલતની ભાષાની મને ખબર નથી. એટલે મારા શબ્દોનો