પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વળી મારા વિરોધીઓ કહે છે કે હુ લોકોને શીખવું છું ને તેના બદલામાં પૈસા લઉં છું. આ તહોમત પણ જુઠ્ઠું છે. કદી તે વાત ખરી હોય તો તેમાં હું કાંઈ ખરાબ સમજતો નથી. આપણામાં ઘણા શિક્ષકો છે, તે પાતાનું મહેનતાણું લે છે. અને તેએા બરાબર શીખવે ને તેએાને પૈસા મળે તેમાં કઈ ગેરુઆબરૂ હું માનીશ નહીં. આપણી પાસે જાનવર હશે તો શીખવવાને આપણે માણસ રાખીશું ને તેને પૈસા આપીશું. ત્યારે શું આપણાં છોકરાંઓને આપણે સારાં થતાં, શહેરી તરીકેની ફરજ બજાવતાં નહીં શીખવીએ ? અને તેઓને સારે રસ્તે લઈ જનાર શિક્ષક મળે તો તેને આપણે પૈસા અને માન બન્ને નહીં આપીએ ? પણ મને તો આવી રીતે શીખવવાનું બન્યું જ નથી.

ત્યારે તમે કહેશો કે 'જો તારામાં કાંઈ ખરાબી નથી તો અાટલાં તહોમતો કેમ મૂકવામાં આવે છે ? જો તેં માણસોને ખાસ ભમાવ્યા ન હોય તો બીજાની ઉપર નહીં ને તારી ઉપ૨જ કેમ તહોમતો આવે છે ? ” આવા સવાલ તમે પૂછો તે ગેરવ્યાજબી નહીં ગણાય. મારી ઉપર તહોમતો કેમ મૂકાયાં છે તેનું કારણ બતાવવાની હું મહેનત કરીશ. તમને કદાચ મારું બેાલવું મશ્કરીરૂપે લાગશે. છતાં ખાત્રી રાખજો કે હું જે સાચું છે તેજ કહીશ. મારી ઉપર તેએા તહોમત મૂકે છે તેનું કારણ એ છે કે મારી પાસે અમુક જ્ઞાન છે. એ જ્ઞાન કેવું છે એમ તમે પૂછશો તો હું કહીશ કે તે જ્ઞાન ભલે માત્ર મનસ્વી હોય, પણ તે મારામાં જેટલું છે તેટલું બીજામાં નથી એમ આપણા દેવે પણ કહ્યું છે.

દેવવાણી એમ થઈ છતાં મ્હેં તે તુરત નહીં માન્યું, તેથી આપણામાં જે સર્વથી જ્ઞાની માણસ કહેવાતો હતો તેની