લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પાસે હું ગયો. તેને કેટલાક સવાલો કર્યા, તે ઉપરથી મ્હેં જાણ્યું કે તેને તો જ્ઞાનનો ડોળ જ હતો. મને જ્ઞાનનો ડોળ ન હોતો. તેટલે દરજ્જે હું તેના કરતાં વધારે જ્ઞાની હોવો જોઈએ એમ મને જણાયું. કેમકે જે માણસ પોતાનું અજ્ઞાન જાણે છે તે, અજ્ઞાનને નહીં જાણનાર કરતાં જ્ઞાની છે તેમ કહી શકાય. પણ જ્યારે પેલા જ્ઞાનીનું અજ્ઞાન મ્હેં બતાવ્યું ત્યારે તેની અાંખે હું ચડ્યો. પછી બીજા જ્ઞાની આગળ હું ગયો. તેણે પણ જ્ઞાનનો ડોળ કર્યો – પોતાનું અજ્ઞાન ઢાંક્યું. આ વાત મ્હેં તેને બતાવી તેથી તે પણ મારો વેરી બન્યો. આમ હું ઘણા જણની આગળ ગયો અને તે બધાએ પોતાનું અજ્ઞાન ઢાંક્યું. બધાને મેં તેઓનો ડોળ હતો તે બતાવ્યો ને તેથી તેએાની પાસે હું કડવો થયો. મારા અનુભવમાં મેં એમ જોયું કે જેમ જ્ઞાનનો ડોળ વધારે હતો તેમ હકીકતમાં વધારે અંધારૂં હતું. મેં એમ પણ જોયું કે ખરું જ્ઞાન તો એ છે કે આપણે બહુ અજાણ છીએ એનું ભાન લાવવું.

હું ઘણા કવિઓની આગળ ગયેલો, ઘણા હુન્નરીઓ પાસે ગયેલો. મને માલુમ પડ્યું કે ઘણા કવિઓ પોતાનું લખાણ નહિ સમજાવી શક્યા. હુન્નરીઓ બેશક પોતાના હુન્નરમાં ચઢીઆતા હતા, પણ હુન્નરની મગરૂરીમાં તેઓએ એમ માની લીધું કે બીજી બાબતોમાં યે તેઓને બીજાના કરતાં વધારે જ્ઞાન હોવું જોઈએ. આમ તેઓ બધા ગોથાં ખાતા હતા. મને તો આપણી અજ્ઞાન દશાનું ભાન તે બધાના ક૨તાં વધારે હતું એમ મેં જોયું.

હવે તમે સમજી શકો છો કે કેમ એટલા બધા તહોમત મુકનારાઓ મારી સામે છે. આપણે કેવા અજ્ઞાન છીએ, અને

માણસ જાતનું જ્ઞાન કેટલું બધું ટુંક છે તેનો આબેહુબ