મેઃ–એ તો ન્યાયાધીશો કરે છે.
સો–શું તમે એમ કહો છો કે જેઓ ઈન્સાફની ગાદીએ બેઠા છે તેઓ સદ્દગુણ શીખવી શકે છે ?
મેઃ–બેશક.
સો–બધા કે તેઓમાંના કેટલાક જ ?
મેઃ–બધાએા.
સોઃ-તમે ઠીક કહ્યું. હવે હું પૂછું છું કે જેઓ અહિંં સાંભળવાને આવ્યા છે તેએા તેવું શિક્ષણ આપી શકે નહિ ?
મેઃ-તેઓ પણ આપી શકે.
સોઃ–ત્યારે તમે એમ કહો છો કે એથેન્સના બધા લોકો સદ્ગુણ શીખવી શકે છે ! ને માત્ર હું જુવાનીઆને બગાડું છું ?
મે:-હું એમજ કહું છું.
સોઃ–તમે તો મારી ઉ૫૨ ભારે તહોમત લાવ્યા. તમે જે કહો છો તે વાત થોડાએાને પણ લાગુ પડતી હશે. ઘણા માણસો તેઓને સુધારી શકે ને થોડાજ બગાડે એમ તમે કહેશો ? કે ખરું જોતાં થોડાના તાલીમબાજ તો ઘણાજ થોડા હોય ને બાકીના તો એવી બાબતમાં અજાણ્યા હેાય ? એવો જ કાયદો વળી બીજા પ્રાણીઓને સારૂ છે એમ પણ તમે કબુલ નહિ કરો ? મને તો લાગે છે કે તમારે તે વાત કબુલ કરવી જ પડશે કેમકે તે તદ્દન દેખીતી છે. અને માણસને સારૂ જૂદો ધારો છે એમ કહેવામાં તમે મારી ઉપર વગર સમજે અારોપ મૂકો છો એવું હું તો જોઉં છુ. વળી તમે એમ કબુલ નહિ કરો કે જેઓ નઠારા માણસની પાસે ઘણો વખત રહે તેઓની
તેમને અસર થાય છે ?