લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સેા:-ત્યારે તમે શું કહો છો  ? શહેર માને છે તે દેવતાને નહિ માનવાનું હું શીખવું છું કે બીજા દેવતાને માનવાનું શીખવું છુ. ?

મેઃ–હું તો એમ કહું છુ કે તમે દેવતા માત્રને માનતા નથી.

સો:–શાબાશ ! મેલીટસ ! તમે તો એમ કહો છો કે આખું શહેર સૂર્ય ચંદ્રને માને છે પણ હું નથી માનતો.

મેઃ-હું તો એમજ કહું છું કે તમે માનો છો કે સૂર્ય એ પથરો છે ને ચંદ્ર એ મટોડી છે.

સોઃ-તમારી વાત કોણ માનશે ? જે આરોપ મારી પર નાખો છો તે કોઈ કબૂલ નહિં કરી શકે. કેમકે હું જો એવું શીખવવા જાઉં તો સૌ કહી શકે કે તે કંઈ નવું શિક્ષણ નથી. તે તો બીજાઓ કહેતા આવ્યા છે. વળી મેં પોતે તેએાનું કહેવું માન્યું નથી. પણ જો તમે મારી ઉપર સૂર્ય ચંદ્ર વિષે આમ તહોમત મૂકો છો તો તમે એમ પણ કહેશો કે હું ( ઈશ્વર ) ' ખુદા છે ' એમ પણ માનતો નથી !

મે:–હું ચોકસ રીતે કહું છું કે તમે ખુદાના હોવાપણાનો ઈનકાર કરો છો.

સોઃ–ત્યારે તો તમે જે બને નહિ એવી વાત જાણી બુજીને કરો છો. ખુદા નથી એમ મારાથી કેમ કહેવાય ? કોઈ એમ કહી શકે કે માણસોને લગતી વસ્તુઓ છે પણ માણસોની પોતાની હયાતી નથી ? અથવા તોડાએાને લગતી વસ્તુઓ છે ને તોડાએા નથી ? ફીરસ્તાને લગતી વસ્તુ છે ને ફીરસ્તા નથી ?

મેઃ-જેને લગતી વસ્તુ હોય તેની હયાતી હોય.

૧૧