લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સોઃ- તમે કબૂલ કરો છો કે હું દેવતાઓને લગતી વાત કરૂં છું એટલે દેવતાઓ છે એમ હું કબુલ કરૂં છું, એમ તમારે ગણવું જોઈએ.

એટલે મારે હવે મેલીટસના તહોમત બાબત વધારે કહેવાનું રહેતું નથી. હું વળી માનું છું કે આમના (પ્રજાના) ઘણાઓ મારી સામે છે. મેલીટસ વિગેરે જે કહે છે તે ઉપરથી તમે મને ગુન્હેગાર નહિ ઠરાવો. પણ એમની અદેખાઈ અને તેઓએ મૂકેલા દોષથી હું ગુન્હેગાર ઠરીશ. પણ તેની રીત ઘણા ભલા માણસોની ઉપર વીતેલી છે અને હજુ બીજાઓ પર વીતશે.

પણ કોઈ કહેશે કેઃ-" સોક્રેટીસ, જે અભ્યાસને લીધે તમારે મ્હોત ભોગવવું પડે તેવું છે તેવા અભ્યાસમાં ગુંથાવાથી તમને શરમ નથી ?" આવા માણસોને હું સારી પેઠે કહી શકું છું કેઃ-"તમે બરાબર નથી કહેતા. એક નજીવો માણસ હોય તેણે પણ મ્હોતનું જોખમ તો સાથે ફેરવવું જોઈએ. કોઈ પણ કામ કરતાં તેણે એકજ વિચાર કરવો જોઈએ અને તે એ કે તે બાબત વ્યાજબી છે કે ગેરવ્યાજબી ? તે કામ સારા માણસને છાજે એવું છે કે નહિ ? તમે કહો છો એ મુજબ જેમાં મરણનું જોખમ રહેલું છે એ કામ ખરાબ હોય તો ટોચના મહાન યોદ્ધાઓ ફરજ બજાવતા રણમાં મુઆ તે બધા ઘણા ખરાબ માણસો ગણાવા જોઈએ. પેટ્રોક્લસને તેની માએ કહ્યું કે જો હેક્ટરને તું મારીશ તો તારે પણ તુરત મરવું પડશે. ત્યારે પેટ્રોક્લસે જવાબ આપ્યો કેઃ-"દુષ્ટ હેક્ટરને મારીને મારે મરવું પડે એ બનાવ બીકણ થઈને જીવવા કરતાં હજાર દરજ્જે સારો કહેવાય" પેટ્રોક્લસ મ્હોતથી ડર્યો નહિ. પ્રમાણ એવું છે કે જ્યારે કોઈ પણ માણસે ખરૂં સમજીને અમુક પગથીઉં

લીધું હોય અથવા અમુક પગથીઆ પર તેને તેના ઉપરીએ

૧૨