મૂક્યો હોય ત્યારે તે પગથીઆ ઉપરથી મ્હોતના કે બીજા એવા ડર છતાં તેણે ખસવું ન જોઈએ.
વળી જુઓ, જ્યારે હું આ રાજ્યમાં નોકરી કરતો હતો ત્યારે મારા સુબાએ મને જે જગ્યા સોંપી હતી તે જગ્યાને મ્હોતનો ભય છતાં હું વળગી રહ્યો. હવે જ્યારે મારૂં દિલ મને અમુક જ્ઞાન ગ્રહણ કરવાનું કહે છે તે હું મ્હોતના ડરથી ન કરૂં, કે તેને વિષે કંઈ ન બોલું તો તે કેવું તાજુબીભરેલું ગણાય ? જો હું મ્હોતનો ભય રાખું તો હું અજ્ઞાન છું એમ જે હું માનુ છું તે મારી માન્યતાને દોષ આવે છે. અને જો અજ્ઞાન છતાં જ્ઞાનનો ડોળ ઘાલું, તો બેશક મારી ઉપર કામ ચાલવું જોઈએ. મ્હોતનો ડર રાખવો એ જ્ઞાનનો ડોળ ઘાલવા બરોબર છે. કેમેકે મ્હોતને વિષે કાંઈ ભય રાખવા જેવું છે એમ કોણ જાણી શક્યું છે ? મ્હોત એ માણસને સર્વેથી વધારે ફાયદો કરનારી વસ્તુ છે એમ કેમ નહીં માનીએ ? માણસો તેનાથી ડરે છે, કેમ જાણે તેઓને ખબર હોય નહીં કે મોત તો ખરાબમાં ખરાબ વસ્તુ છે ! આમ જે આપણે જાણતા નથી તે જાણવાનો ફાંકો ધરાવવો એથી મોટું અજ્ઞાન બીજું ક્યું ? આવી બાબતોમાં બીજાઓના કરતા મારા વિચારો જુદા છે. જો મારામા કાંઈ ડહાપણ હોય તો તે એ છે કે મને મ્હોત વિષે કાંઈ જ્ઞાન નથી. તેથી હું તે વિષેનું મારું અજ્ઞાન ઢાંકતો નથી. પણ મારે અનીતિથી ચાલવું અથવા મારા ઉપરીના વાજબી હૂકમોથી ઉલટું ચાલવું તે હું ખોટું ગણું છું એટલે જે હું ખરૂં માનું તે કોઈ જાતની બીકને લીધે કદી છોડનારો નથી. તેથી કદાચ તમે મારી ઉપર આરોપ મુકનારની વાત ન માનીને એમ કહો કેઃ-"સોકરેટીસ, હાલ અમે તને સજા
નથી કરતા, પણ તે એવી શરતે કે જે અભ્યાસ તું કરે છે તે