પછી ભલે તે આ શહેરના રહેના૨ હોય કે પરદેશી, ભલે જુવાન હોય કે બુઢ્ઢા. તમને તો હું વધારે જોરથી એજ વાત કહીશ. કેમકે તમે મને વધારે એાળખો છો. તમારી સાથે હું વધારે સંબંધ ધરાવું છું. હું જે કહુ છું તે (ઇશ્વરી) ખુદાઈ ફરમાન છે એમ ખાતરી રાખજો. હું તો એમ પણ કહુ છું કે ખુદાના ફરમાનો મને બહુ પ્યારાં છે અને એમાંજ આ શહે૨નુ બહુ મોટું ભલું સમાયેલું છે. મને એક જ ધંધો છે. હું નાના મોટાંને બધાને એકજ વાત સમજાવ્યા કરૂં છુ. અને તે એ કે - જાન માલની થોડી દ૨કા૨ ક૨જો - આત્માની ખુબ સંભાળ રાખજો, તે કેમ વધે તેવા ઉપાય લેજો. સદ્ગુણ તે દોલતમાંથી પેદા નહીં થાય, પણ દોલત અને દુન્યવી બીજી વસ્તુઓ સદ્ગુણ હશે તો મળી રહેશે. જો આમ શીખવવામાં હું આ શહેરના લોકોને બગાડું છું એમ કોઈ કહે તો એના અર્થ એ થયો કે સદ્દગુણ એ દુર્ગુણ છે. જો કોઈ એમ કહે કે ઉપર સિવાયની બીજી વાત હું કહું છું તો તે માણસ તમને ખોટે રસ્તે દોરે છે.
તેથી હું તમને કહું છું કે તમે મારી વિરૂદ્ધની વાત માનો યા ન માનો, મને છોડી મુકો યા ન છોડી મુકો, અને મારે ઘણીવાર મરવું પડે તો પણ હું મારી રીત છોડનાર નથી.
હું બોલું છું તેથી તમે ચીડાતા નહિ, મારાં વચન ધ્યાન દઈ સાંભળજો. કેમકે હું માનું છું કે મારાં વચન સાંભળવામાં તમને લાભ છે. હવે જે હું કહેવાનો છું તેથી તમને વખતે ગુસ્સો ચઢશે પણ તેમ ન કરતાં ધ્યાનપૂર્વક સાંભળજો. મને તમે મોતની સજા કરશો તો, હું જેવો છું તેવો હોવાથી મને નુકશાન થશે તેના કરતાં તમને વધારે થશે. મને મેલીટસ કે
બીજા કોઈ નુકસાન કરી શકનાર નથી. મને નુકસાન કરવાની