પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તેએાનામાં તાકાદ નથી. સારા માણસને તેનાથી ઉતરતો માણસ નુકસાન કરી શકે એમ બની શકતુ નથી. તેના તહોમતથી મને કદાચ દેહાંતદંડ મળશે, કદાચ દેશપાર ક૨વામાં આવશે, મારા હકો છીનવી લેવામાં આવશે. તમોને એમ લાગે કે આમ થાય એ તો મને ભારે નુકસાન થયું ગણાય. હું તેને નુકસાન નથી માનતો. પણ અન્યાય૫ણે બીજા માણસને મરાવી નાખવાને પ્રયત્ન કરવાથી પ્રયત્ન કરનાર પોતાનેજ નુકશાન કરે છે, એટલે હું મારો બચાવ કરૂ છું એમ તમે ન માનજો. તમારી પાસે ખડો રહી હું જે પોકાર કરું છું તે તમારે સારૂ છે. તમે (ઈશ્વરી) ખુદાઈ ફરમાન તોડી ખોટું કરો તેમાંથી તમને ઉગારવાની મારી ઇચ્છા છે. મને મારી નાંખવાનો હુકમ કરશો તો તમને મારા જેવો બીજો કામ કરનારો મળવો મુશકેલ છે, એમ કહેવું ન ઘટે છતાં મારે કહ્યા વિના ચાલતું નથી. જેમ જોરાવ૨ ઘોડાને લગામની જરૂર છે તેમ તમે પણ જોરાવર છો તેથી લગામની જરૂર છે લગામ રૂપ થઈ મારે રહેવું એ ખુદાઈ ફરમાન હું સમજું છું, તેથી જો તમે મારી સલાહ માનશો તો મારો જીવ તમે નહિ લો. પણ કોઈ અઘોરીને કોઈ બીજો તેની ઉંઘમાંથી જગાડે તો તેને તે ચીડવાઇને મારવા દોડે છે તેમ તમે મારી ઉપર ચીડાઈને વગર વિચારે મને મારી નાખવા હૂકમ કરશો એવો સંભવ છે. ત્યાર બાદ મારા જેવો બીજો તમને નહિ મળે તો તમે પાછા ઉંઘી જશો. હું તમારૂં ભલું કરનારો છું ને મને તમારી પાસે ખુદાએ મોકલ્યો છે એ તમે જોઈ શકે છો. મારું પોતાનું કામ પડતું મેલું છું, તમારા હિતની કાળજી હંમેશાં રાખ્યા કરૂં છું. બાપની

જેમ અથવા મોટેરા ભાઈની જેમ હું તમને એક એક જણને શીખામણ આપુ છું, ને સારે માર્ગે દોરવાની મહેનત કરું છું.

૧૬