આવું કરવાને સારૂ મેં જો બદલો માંગ્યો હોત, તે વટે મેં મારી દોલત એકઠી કરી હોત, તો મારી પર શક લાવવાનું તમને કારણ રહે. પણ મારા ફરીયાદીએાએ પૈસા લેવાનું તહોમત મારી ઉપર મુક્યું નથી. અને મેં કદી પૈસા લીધા કે માંગ્યા નથી તેનો મોટામાં મોટો પુરાવો તે મારી ગરીબી છે.
કદાચ તમે એમ પૂછશો કે જ્યારે હું લોકોને સદ્ગુણી થવાની સલાહ આપ્યા કરૂં છું ને ઘરોઘ૨ તે બાબત ભટકું છું ત્યારે શહેરનું બધું કરવાને સારૂ રાજ્યપ્રકરણી વિષયોમાં હું ભાગ કેમ લેતો નથી ? આનું કારણ હું ઘણી વેળા બતાવી ગયો છું. મને લાગે છે કે મારા કાનમાં દેવતાઈ આવાજ આવ્યા કરે છે. તે અવાજ એમ જણાવેછે કે મારે રાજ્ય- ખટપટમાં પડવું નહીં. આમ થયું છે તે ઠીક થયું છે એમ પણ હું માનું છું. જો હું રાજ્ય ખટપટમાં પડ્યો હોત તો મારા બાર વાગી ગયા હોત. તેમાં તમને કે મને લાભ નહીં થાત. હું જે સત્ય છે તે બેાલું છું, તેમાં ગુસ્સે ન કરજો. જે માણસ શહેરમાં ચાલતી અંધાધુનીની સામે થાય અને અન્યાયી કામો થતાં અટકાવે તેની જીંદગી સહીસલામત નથી. તેથી જે માણસ ન્યાયની નજરેજ બધું જોવા માગે છે તેને ધાંધલમાં પડવું લાજમ નથી.
આ વાતના હું તમને દાખલા-પુરાવા આપીશ. તે ઉપરથી તમે જોશો કે મ્હોતના ડરથી પણ જે હું ગેરવ્યાજબી માનીશ તે તો નહિ જ કરૂં. પણ મારા દાખલા ઉપરથી તમે જોશો કે જો હું રાજ્ય ખટપટમાંજ ગુંથાયલો રહ્યો હોત તો મારો નાશ ક્યારનો થઈ ગયો હોત, જે તું કહેવાનો છું તેથી તમને કંટાળો આવશે. પણ તે ખરું છે. એક વખત
આપણી સભાનો મેમ્બર હતો. તે વેળા દસ સરદારોને મ્હોતની