પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


આવશે. મારે સગાંઓ છે, ત્રણ દીકરા છે - એક મોટો અને બે નાના. પણ તેમાંના કોઈને હું હાજર કરવા માંગતો નથી. મારી ઉદ્ધતાઈ પણ ન માનશો. હું મ્હોતથી નથી ડરતો એ વાત આપણે એક બાજુએ રાખીશું. પણ મને લાગે છે કે આટલી ઉંમરે પહોંચેલ હોઈ અને સારી કે નઠારી પણ મારી આબરૂ નજરમાં રાખી, મારે મારા સગાંએાને લાવી તમારી આગળ રૂદન કરાવવું તેમાં તમારી ન મારી હીણપત ગણું છું. મને તેમ કરવું નહીં છાજે. બધા એમ તો કબૂલ કરે છે કે સાધારણ માણસોના કરતાં કાંઈક વિશેષ સોકરેટીસમાં રહેલું છે. એમ વિશેષતા ભોગવનારા તમારામાંથી કોઈ હોય, અને તેની ઉપર જેમ મારી ઉપર કામ ચાલે છે તેમ ચાલતું હોય, તો તેવા માણસ મ્હોતની બીક રાખીને વિલાપ કરાવશે તો તે શરમભરેલું ગણાશે. મ્હોત આવવામાં કાંઈ દુઃખ હોય, અને મરણથી એક વાર બચ્યા એટલે અમર થઈ જવાનું હોય તો સગાંઓને લાવી દયાની લાગણી ઉશ્કેરવી એનો કદાચ બચાવ થઈ શકે. પણ જ્યારે ચઢીયાતા માણસ સદ્ગુણી હોવા છતાં આ પ્રમાણે મ્હોતની બીક રાખે ત્યારે તો પરદેશીઓ ખાપણી હાંસીજ કરશે. તેઓ કહેશે કે “જેઓને પોતાના સદ્દગુણને સારૂ ચઢીઆતા ગણી મોટા હોદ્દા આપવામાં આવે છે એવા એથેન્સના માણસો પણ એારતો કરતાં કંઈ ચડે તેવા નથી, ત્યારે બીજા એથેન્સના માણસો તો કેવા હલકા હોવા જોઈએ ?” તેથી હું માનું છું કે આવું નાટક કોઈ સારા માણસે કરવું ન જોઈએ. ને જો કરવા માંગે તો આ શેહેરની આબરૂને ખાતર તમારે તે બંધ રાખવું ઘટે છે, આમની (પ્રજાની) ફરજ તો એ છે કે તમે જે સજા કરવાના હો તે ધીરજથી ભોગવવી ને તમારી ફ૨જ એ

છે કે જેઓ રૂદનનાં નાટક કરવા માંગે તેવાને તમારે તરછોડવા.

૨૦