લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઉપર દેવતાએાને નહીં માનવાનું જે તહોમત મુકવામાં આવ્યું હતું તેમાંથી મને મુક્ત કર્યો છે.

મને હવે તમે મ્હોતથી સજા આપી શકે છો. તે બાબત મારે શું કહેવું ? હું મુંગો નથી રહ્યો. મેં નોકરીઓ છોડી, હોદ્દાએાની દરકાર ન રાખી, ને ઘેર ઘેર ભટકીને સદ્ગુણી થવાનું કહ્યું તેને માટે મારે શું દંડ અાપવો ? કે બીજી શી સજા ભોગવવી ? જો કોઈ માણસ કસરતશાળામાં તમને ગમત આપે ને તમે સુખી છો તેવો ભાવ તમારા મનમાં ઉત્પન્ન કરે તો તમે તેને આશ્રમસ્થાનમાં નિભાવશો. મેં તમને સુખી દેખાવાનો જ નહીં પણ ખરેખર સુખી થવાનો રસ્તો બતાવ્યો છે, એટલે જો હું કંઈ માંગી શકું તો એજ કહું કે તમારે મારા ઘડપણમાં મને આશ્રમસ્થાનમાં નીભાવવો જોઈએ.

આમ હું તમારી આગળ ગુનેહેગાર ઠર્યા પછી વાત કરૂં છું. તેથી તમે માનશો કે હું તો ઉદ્ધત છું ને સજાને બદલે ઈનામ માગુ છું. પણ તેવું કાંઈજ નથી. તમે મને દોષિત ઠરાવ્યો છે છતાં હું મને પોતાને નિર્દોષ માનું છું. મેં કોઈનું બુરૂં કર્યું નથી. આ બાબત તમે નથી સમજી શક્યા. કેમકે મારી તપાસ માત્ર એકજ દહાડો ચાલી. ટુંકી મુદતમાં હું તમને કેટલું સમજાવી શકું ? જો વધારે દહાડા હું તમારા સસંર્ગમાં રહ્યો હોત તો કદાચ હું તમને સમજાવી શકત. હું પાતે બેગુન્હા છુ, તેથી હું પાતે સજા માંગતો નથી. મારે કેદ થવું ? એ ઘટિત નથી. મારે દંડ આપવો ? એટલા તો મારી પાસે પૈસા પણ નથી. મારે દેશવટો માંગવો ? તે તો હું કેમ માંગી શકુ ? મને મારો જીવ એટલો બધો પ્યારો નથી

કે હું બીકનો માર્યો જ્યાં ત્યાં રખડીને મારા બાકીના દિવસો પૂરા કરૂં.

૨૨