[ધી રાઈટ ઓનરેબલ શ્રીનિવાસ શાસ્ત્રીએ નીચેનો લેખ
સર્વે ગ્રાફિક નામના અમેરીકન પત્રમાં સને ૧૯૨૧ માં લખેલો.]
રાજપ્રકરણ અને મનુષ્યનું સામાન્ય જીવન એ બંને વાતો એટલી બધી નજીકની છે કે, તે નજીકપણું સહજમાં દૂર થઈ શકે તેવું નથી. ગાંધીને તો અવશ્ય એ બેને ભિન્ન કરવાની વાત નહિ રૂચે; કારણ કે રાજકારણની ચોતરફ જે દાંભિકતાનું વાતાવરણ પ્રસર્યું છે, તે નષ્ટ કરી મનુષ્યનો જીવનક્રમ સાદો, સરળ અને શુદ્ધ કરવો એ તેમનું કાર્ય છે. આજે તે રાજપ્રકરણમાં પડેલા જણાય છે, પણ તે કેવળ પ્રસંગાનુરૂપ અને યદ્દચ્છાથી થયું છે. આજે તે બ્રિટિશ સરકાર સામે યુદ્ધ આદરીને તેને સર્વ ક્રોધ પોતાના પર ઉતારી લે છે તે કેવળ યદ્દચ્છાથીજ. ગાંધીએ ફુંકેલી સ્વરાજ્યની ભેરીનો નાદ સારા જગતમાં ભમી રહ્યો છે અને ગાંધીની સ્વરાજ્ય વ્યાખ્યા કેવી છે તે જાણવાને જગત ઉત્સુક થયું છે. આ પણ કેવળ યદ્દચ્છાથીજ બન્યુ છે. ગાંધીએ પોતાનો કાર્યક્રમ એવા હેતુથી યોજાયો ન હતો. તેમનો મુખ્ય આશય સમગ્ર માનવજાતિનો જીવનક્રમ સુધારવો એ છે. મનુષ્યની નિત્યપરિચર્યાને તદ્દન સાદું અને સ્વાભાવિક વલણ આપવું, એ તેમની શ્રુતિનું મહાવાક્ય છે, તે ખુલ્લા દિલે કહે છે કે, પોતે પાશ્ચિમાત્ય સંસ્કૃતિના કટ્ટા દુશ્મન છે. હિંદુસ્થાનને સ્વરાજ્ય પ્રાપ્ત કરી આપવું એ તે તેમના મહાયુદ્ધમાંનું એક નાનું આક્રમણ છે; અને જગત આખાને નવીન વલણ અાપી સમાજરચનાનો નવીન પાયો નાખવો એ તેમના મહાયુદ્ધનો મુખ્ય ઉદ્દેશ છે. આ યુદ્ધને આવશ્યક એવા અનેક વ્યુહોમાંનો
- ↑ *જગતનો મહાન પુરુષ - સસ્તું સાહિત્ય