લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હિંદુસ્થાનનું સ્વરાજ્ય એ એક વ્યૂહ છે. આ સ્વરાજ્યના આક્રમણને તે જે તત્વો લાગુ કરે છે તેજ તત્વો ૫૨ તેમના મહાયુદ્ધની રચના થઈ છે. જે શાસ્ત્રોથી તે સ્વરાજ્યનું નાનું આક્રમણ વિજયી બનાવવા ઇચ્છે છે તેજ શસ્ત્રોનો તે પોતાના મહાયુદ્ધમાં સર્વત્ર ઉપયોગ કરવાના છે. જે સદ્ગુણ હિંદી જનતામાં ઉપસ્થિત કરી તેના હાથે સ્વરાજ્ય સ્વારી સફળ કરવા ધારે છે, તેજ સદ્ગુણનો સમસ્ત જગત પર ઉદય કરી તે મહાયુદ્ધ જીતવાના છે. જે નિયમ આ નાનકડા આક્રમણને લાગુ છે તેજ મહાયુદ્ધને પણ લાગુ છે. આમાં મુખ્ય નિયમ એ છે કે, હિંસક નીતિનો સંપૂર્ણ ત્યાગ. આ ત્યાગ કર્યા માત્રથી નહિ પણ મનથી સુદ્ધાં થવો જોઈએ. તેમનો આદેશ એ છે કે, કાયા, વાચા કે મનથી કદિ પણ શત્રુ પર તૂટી પડવું નહિ. અહીં “શત્રુ” શબ્દ પણ ગાંધીના કોષમાં ખપે તેવો નથી. તે આ શબ્દને સ્થાને બહુ બહુ તે “પ્રતિષક્ષી” શબ્દ યોજવા તૈયાર થશે. હા, તે એ વાત સ્વીકારે છે કે, પ્રતિપક્ષી તેમની યુદ્ધનીતિનું આ મહાસૂત્ર કબૂલ કરશે નહિ અને તે પ્રમાણે ચાલશે પણ નહિ. તે તો આ૫ણા ૫ર દંડપ્રયોગ જ કરશે, આપણને બેહાલ બનાવશે અને આપણા સર્વસ્વનો પણ નાશ કરશે; પણ એ માટે તે કહે છે કે, “એવો સર્વનાશ આપણા આનંદનો કારણભૂત બનશે. કિંબહુના એવો સર્વનાશ થાય એ હેતુથી જ આપણે આપણા કાર્યક્રમ ઘડવા જોઈએ. સર્વસ્વનો નાશ થવામાં આનંદ માનવા જેટલી તમારા ચિત્તની તત્પરતા ન હોય તો ભલે, પણ નિદાન નાશની સામે થવાની કે તેની વિરૂદ્ધ તકરાર કરવાની વાત તો કરતા જ નહિ. પ્રતિપક્ષી પર પ્રેમ કરો; પણ પ્રેમ કરવા જેટલી ચિત્તસમતા તમારી પાસે ન હોય તો

નિદાન તેના આપરાધને તો ક્ષમા કરજો જ; તેની પ્રતિક્રિયા

૨૮