પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


કરતા નહિ. હિંસકનીતિ સર્વથા ત્યાજ્ય હોવાથી તેતો તો સાવ ઉચ્છેદ થવો જોઈએ. આત્મા અજીત છે. તેના નિદ્રિત સામર્થ્યને જાગૃત કરો અને તેનો ઉપયેાગ કરતાં શીખો. ગમે તેમ થાય તો પણ સત્યનો માર્ગ ન ત્યજો. “અંતે સત્યનેાજ જય છે” એ સિદ્ધાંત તરફ કદિ પણ દુર્લક્ષ ન કરો. એ સર્વ ગાંધીના મહાયુદ્ધના સામાન્ય નિયમ છે. અહિંસા એ તેમનું મહાવાક્ય છે. એ મહાવાક્ય એકવાર સુવિદિત થાય છે એટલે તેનાં અનેક પેટા સૂત્રો સ્વાભાવિક રીતે જ નિર્માણ થાય છે.

તે કહે છે કે, “આ સૂત્રોના આધારે સ્વરાજ્યનો પ્રયત્ન ચાલશે તો એાછામાં એાછી અડચણે આપણું ધ્યેય સિદ્ધ થશે. સાંપ્રતની પાશ્ચિમાત્ય સંસ્કૃતિ અને સાંપ્રતની નોકરશાહી રાજપદ્ધતિ, એ સેતાનનાં સંતાન હોવાથી તેનો નાશ કરવાને કોઈ પણ પ્રકારનો સહકાર તેની સાથે ન કરવો એજ યોગ્ય ઉપાય છે. જે માર્ગે હિંદી પ્રજા૫ર એ સેતાનનાં સંતાનોની શૃંખલા પડી છે તે માર્ગ થી પરાવૃત્ત થવું એ પહેલો ઉપાય છે. શાળાઓ, અદાલતો અને પારાસભાઓ એ ત્રણ માર્ગે એ શૃંખલાઓ ઘડાવવામાં આવે છે, માટે બાળકોને ઉઠાડી લઈ શાળાઓ ઉજ્જડ કરો, અદાલતોના મુખ તરફ ન જુઓ અને ધારાસભાએાની ચુંટણીએામાં મત ન આપો.” તેજ પ્રમાણે તે ઉપદેશે છે કે, “યંત્રકળા અને તેનાથી ચાલતાં કારખાનાં સુદ્ધાં શેતાનનાં સંતાન હોવાથી તથા હિંદીએાને શીરે ગુલામી ચોંટાડવાનું એ પણ એક સાધન હોવાથી તેનો ત્યાગ પણ આવશ્યક છે,” આજ હેતુથી તેમણે પરદેશી કાપડનો બહિષ્કાર ઠરાવ્યો છે. તે કહે છે કે, “પ્રત્યેક ઘરમાં રેંટીઓ ફરવો જોઈએ.” ગાંધીને રેંટીઆની ગતિમાં અલૌકિક સામર્થ્ય દેખાય છે. રેંટીઆના ગુંજનથી આત્મા પવિત્ર થાય છે અને તેનાથી ઉત્પન્ન થતું