કાપડ શરીરને વિશેષતઃ સ્ત્રીના શરીરને વિલક્ષણ શોભા આપે છે. રેંટીઓ અને હાથવણાટને કામ ચલાઉ મહત્વ નથી પણ હંમેશનું મહત્ત્વ છે, કેમકે પાશ્ચિમાત્ય સુધારા સાથે ચાલતું યુદ્ધ એક બે દિવસમાં પુરૂં નહિ થતાં દીર્ઘ કાળ ચાલવાનું છે.
પોતાના આ મતોનો પ્રચાર ક૨વા સારૂ ગાંધીએ અમદાવાદમાં “સત્યાગ્રહ આશ્રમ” નામની એક સંસ્થા સ્થાપી છે. અહીં આવનાર અનુયાયીઓ આજ શુભ ઉદ્યોગમાં બંધાયેલા હોય છે. તેમણે જીવન પર્યંત એ તત્ત્વોના પાલન તથા પ્રચાર માટે શપથ લીધેલા હોય છે. અસહકારનું આક્રમણ ચલાવવા માટે વચ્ચે વચ્ચે સામાન્ય સૈનિકની જે મોટી સંખ્યાની જરૂર પડે છે, તેની ભરતી એક એક વિશિષ્ટ અંગ પુરતીજ કરેલી હોય છે. સામાન્ય સૈનિકોને એ તત્ત્વો જીવનભર પાળવાના શપથ લેવા પડતા નથી. નોકરશાહી શરણે આવીને પોતાનો માર્ગ છોડી દેવા તૈયાર થાય એટલે એ સૈનિકોને ઘેર જઈ પોતાનું જુની પદ્ધતિનું જીવન ગાળવાની પૂર્ણ છૂટ છે. અસહકાર પૂર્ણ જોરમાં આવશે એટલે કાયદાનો સવિનય ભંગ પણ શરૂ થવાનો છે. કેટલાક વિશિષ્ટ કાયદા તોડવા, અને કર આપવા નહિ, એવાં કાયદાભંગનાં બે અંગ છે એ તો સ્પષ્ટ છે કે, સવિનય કાયદાભંગનો આરંભ થશે એટલે સરકાર ખળભળી ઉઠશે અને સખત ઉપાયો યોજશે; તથાપિ ગાંધીની સખત આજ્ઞા છે કે, કોઈ પણ પ્રસંગે અને કોઈપણ કારણે હિંસાનું અવલંબન આપણે કરવાનુ નથી.
માનવી જીવનક્રમ સંબંધી ગાંધીના મતોનું જ્ઞાન થવા સારૂ અમદાવાદ આશ્રમવાસીએાએ પાળવાના જે નિયમ છે, તે સારી રીતે ધ્યાનમાં લેવા જોઈએ. સત્યાગ્રહ આશ્રમ એ નામ પણ
તત્ત્વબોધક છે. અત્યંત આગ્રહથી સત્યાચરણ કરવાનો જેમને