લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નિર્ધાર છે તેમના નિવાસની જગ્યા, તેનું નામ “સત્યાગ્રહ આશ્રમ ” યા આશ્રમ અદ્યાપિ બાલ્યાવસ્થામાં છે. એમાં ખરૂં ચૈતન્ય કેટલું છે તેની કસોટીનો પ્રસંગ હજુ આવેલો નથી. આશ્રમની સ્થાપનાના દિવસથી તેના ઉત્પાદકનું લક્ષ અન્ય અનેક મહત્વની બાબતોમાં ગુંથાયાથી આશ્રમની પૂર્ણાવસ્થા માટે ઉદ્યોગ કરવાની સવડજ તેમને મળી નથી. આ પુર્ણાવસ્થા પ્રાપ્ત થવાને આશ્રમવાસીઓની સંખ્યામાં પુષ્કળ વૃદ્ધિ થવી જોઈએ અને તેની સખત પદ્ધતિ સામાન્ય જનતાને ગળે પણ ઉતરવી જોઈએ. એ તો સ્પષ્ટ છે કે, આજે જે થોડા શિષ્યો છે તેમના વર્તનમાં દૃષ્ટિએ પડતાં તત્ત્વો સામાન્ય જનતાને પૂર્ણપણે રૂચશે તો જ તે ચિરસ્થાયી થશે. જે મૂળ તત્ત્વો પર એ સંસ્થા રચાઈ છે તે તત્ત્વોનું અંતર્ગત રહસ્ય પૂર્ણ રીતે સમજ્યા સિવાય તેના ભાવી ઉદય અને જનસમૂહ પરની અસરનો અજમાસ થઈ શકે તેમ નથી.

કોઈ પણ વ્યક્તિને પૂર્ણ ક્રિયાસ્વાતંત્ર્ય ન હોય, તો તે સત્યાચરણ પણ ન આચરી શકે એ સ્પષ્ટ છે, માટે અહીં કોઈ પણ નિશ્ચિત બંધન નથી. અધિકા૨, જુલમ, શાસન સંસ્થા વગેરે નિગ્રહદર્શક શબ્દોનો વાસ પણ એ સંસ્થામાં હોઈ શકે નહિ. કેવળ લૌકિક સ્વરૂપનાં બાહ્ય બંધનો તોડીને શુદ્ધ તત્વોને અનુસરવા નીકળનારને કોઈનો પણ નિગ્રહ શી રીતે ખપે ? અાશ્રમવાસીએાને જે કંઈ બંધન તરીકે છે, તેનું સ્વરૂપ વ્યકત કરવા માટે ગાંધી બે ત્રણ શબ્દોની યેાજના કરે છે. તેને કદિ તે પ્રેમનું બંધન કહે છે, કદિ સત્યનું બંધન કહે છે અને કદિ અહિંસાનું બંધન પણ કહે છે. આ ત્રણે વસ્તુ નામથી ભિન્ન જણાતી હશે, પણ તેનું વાસ્તવિક સ્વરૂપ તો એકજ છે એવો ગાંધીનો મત છે. આ ત્રણ વસ્તુના પાયાપર થયેલી સમાજ-

રચનામાં રાજશાસન અથવા સરકાર સંસ્થાને ગાંધીની દષ્ટિએ

૩૧