તેમના શરી૨૫૨નાં વસ્ત્રો શિવાય કંઈએ તેમનું કહેવા જેવું નથી. કદાચિત બદલવા પુરતું એકાદ અધિક વસ્ત્ર અને તે રાખવા પુરતી પેટી કે થેલી એટલી જ તેમની સંપત્તિ છે. અમદાવાદના તેમના આશ્રમમાં આવશ્યક કરતાં વિશેષ એવી એક પણ વસ્તુ તમને નહિ મળી આવે.
પ્રત્યેકે પોતાના જ શ્રમથી પોતાની આવશ્યકતા પુરી કરી લેવી જોઈએ, એવું તેમનું મમત્વ છે. પેાતાને જરૂરનું ધાન્ય પોતે મેળવવું અને પેાતાનાં વસ્ત્ર પણ પોતેજ કાંતીને વણવાં; એવી સ્થિતિ ગાંધીને ઇષ્ટ લાગે છે. વિદ્વાન પંડિતને પણ તે અન્યના શ્રમનું ખાવાને સંમતિ આપતા નથી. તે કહે છે કે, મગજનો વિશેષ ઉપયોગ કરનારાએ પણ પોતાની જરૂરીયાત જેટલો શારીરિક શ્રમ કરવો જોઈએ. રેંટીઆની તો ખરેખર જ તેમને ધૂન લાગી રહેલી છે. તેનો અવાજ તેમને સંગીત કરતાં પણ વિશેષ મધુર લાગે છે. સર્વ સ્ત્રી પુરૂષોને તે રેંટીઓ લઈ બેસવાનો આગ્રહ કરે છે. વિદ્યાર્થીએાએ પુસ્તકો ફેંકી દઈ રેંટીઓ ૫કડવો, ધારાશાસ્ત્રીએાએ પુરાવા અને નોટીસો નાખી- દઈ રેંટીઆની આરાધના કરવી અને દાકતરે પણ છાતી તપાસવાની નળીને બદલે રેંટીઆનો દાંડો પકડવો, એમ કહેવા જેટલે તેમની મજલ પહોંચી છે.
અાજ સુધીમાં રેંટીઆથી તૈયાર થયેલો માલ જાડો પાતળો અને ખડબચડો જ છે; પણ ગાંધી પ્રશ્ન કરે છે કે, સ્વત:ના હસ્તે તૈયાર થયેલાં ખડબચડાં વસ્ત્રો કરતાં અધિક ભૂષણસ્પદ વસ્તુ કઈ છે ? તેમની એક શિષ્યાએ સ્વહસ્તે સાડી તૈયાર કરી અને પછી તે પહેરીને પોતાના ગુરૂ પાસે ઉભી રહી. ત્યારે ગાંધીએ તને નીરખી લઈ કહ્યું, આ તો સ્વર્ગની દેવી છે. અને ખરેખર તે ગાંધીની દૃષ્ટિએ સુંદર લાગી હશે, એ વિષે મને શંકા નથી.