લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગાંધી પોતાની સૂત્રાવલિમાં ઇંદ્રિયનિગ્રહને પ્રથમ સ્થાન આપે છે. આ તપશ્વર્યા અતિ ઉગ્ર છે અને તેની ઉપાસના તદ્દન ધીમેધીમે થશે એ સ્પષ્ટ છે તથાપિ તે કહે છે કે, અવિરતપણે અને તીવ્ર નિગ્રહથી એ માર્ગપર અહર્નિશ આરૂઢ રહેવું જોઈએ. આવી સ્થિતિમાં મોજશોખના પદાર્થોનો પ્રતિબંધ હોય એમ કહેવાની જરૂર જ રહેતી નથી. અરે, સામાન્ય પ્રકારનાં સુખ સગવડ પણ ધીમેધીમે ત્યજવાં જોઈએ. આ બાબતમાં જીવ્હા ઈંદ્રિય સર્વમાં અતિ ઉચ્છૃંખલ છે, માટે તેનો પ્રથમ નિગ્રહ કરવો જોઈએ અને એ ધર્મ માર્ગમાં જાડી પાતળી ભાખરી પ્રથમ પગથીયા રૂપ છે. એમાં આગળ વધવા માગનારે જાડાં પાતળા અન્નમાં સંતોષ માનવો જોઈએ. એ સંતોષ સ્વાભાવિક બનવો તે મુમુક્ષુ પ્રથમ પગથીયા પર આરૂઢ થયાનું ચિન્હ છે. વિવાહિત શ્રીપુરૂષને આશ્રમમાં રહેવું હોય તો તેમણે ભાઈ બહેન તરીકે વર્તવાના શપથ લેવા પડે છે. જો ગાંધીના હાથમાં તેવીજ કઈ સત્તા હાત તે તેમણે એ નિયમ આખા જગતને લાગુ પડ્યો હોત. આવી સ્થિતિમાં માનવજાતિ નષ્ટ થાય એ સ્પષ્ટ છે, પણ તેમને એ અનર્થનો ભય સ્પર્શ સુદ્ધાં નથી કરતો. તે કહે છે કે, “આત્મા અમર છે. પૃથ્વી ઉજ્જડ પડશે તો આપણે સર્વ અન્ય અધિક ઉચ્ચ પરિસ્થિતિવાળા ગ્રહપ૨ જઈને રહીશું.” કર્માનુસાર માનવાત્માને ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં પુનઃ પુનઃ જન્મ લેવો પડે છે, એ સિદ્ધાંત માનનારને ગાંધીના મતમાં નવાઈ જેવું લાગશે નહિ.

યંત્રકલા અર્વાચીન પાશ્ચિમાત્ય સંસ્કૃતિનું એક અવિભાજ્ય અંગ હોવાથી તેનો ત્યાગ પણ અવશ્ય કરવો જોઈએ. યંત્રો સુદ્ધાં સેતાનના રાજ્યનાં રહેવાસી છે. મીલો અને કારખાનાં મજૂરની માણસાઈ નષ્ટ કરનાર હોવાથી ગાંધીના રાજ્યમાં

૩૪