પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


હવે ગાંધીના કેટલાક અન્ય મતો ત૨ફ વળીશ. આ મતો સ્વાભાવિક રીતેજ ગૌણ પદવીના છે. ગાંધીને વર્ણ વ્યવસ્થા માન્ય છે; તથાપિ તેમને ઉચ્ચ વર્ણ ના વિશિષ્ટ હક્ક અને વર્ણાભિમાન માન્ય નથી. તાત્પર્ય એ છે કે તે મૂળની ચાર વર્ણ સ્વીકારે છે અને એ વર્ણ નું સ્વરૂપ મૂળ પ્રમાણેજ શુદ્ધ ઇચ્છે છે. તેમનો મત એવો હોવાનું જણાય છે કે, ચાતુર્વ વર્ગ વ્યવસ્થા એ હિંદુ ધર્મનું સારસર્વસ્વ છે; તથાપિ તેમનો આ મત તેમના શિષ્યોમાંના ઘણા મોટા ભાગને માન્ય નહિ થવાનો સંભવ છે. તેમને પોતાનો ધર્મ જુની પદ્ધતિએ ચાલુ રહે એજ ઇષ્ટ લાગે છે. હિંદુ ધર્મ તદ્દન મૂળનું શુદ્ધ સ્વરૂપ પામે એ ગાંધીને પણ માન્ય છે, અને એ માટેજ તે તેમાં પ્રવેશેલા અસ્પૃશ્ય દોષ નષ્ટ કરવાનો પ્રયાસ કરે છે. કરોડો માણસને ઉચ્ચ વર્ણના હિન્દુઓ અસ્પૃશ્ય માને છે. તેઓ સમજે છે કે, સ્પર્શ કરવા જેટલી પણ તેમનામાં સામ્યતા નથી. આ કરોડો માણસો માનવ પ્રાણીને અયોગ્ય એવી સ્થિતિમાં રહે છે. એ સ્થિતિમાંથી તેમને બહાર લાવવા ગાંધી ઇચ્છે છે. તે કહે છે કે, એમને અસ્પૃશ્ય માનવાની સંમતિ હિંદુ ધર્મશાસ્ત્રે કદિ પણ આપી નથી. એમની ઉન્નતિ તેમની આંતરિક સુધારણાથી થાય તેવા ધોરણો, તેવા પ્રકારના ઉપાયોની ગાંધી યોજના કરે છે. તે ઉચ્ચ વર્ણના લોકોની માફક જ તેમની રહેણી બનાવવા કરે છે. આ અસ્પૃશ્ય લોકો સદાચારથી અને વ્યવસ્થાપૂર્વક વર્તશે એટલે ઉચ્ચ વર્ણના લોકોના મનમાં તેમના માટે રહેલો અનાદર ધીમે ધીમે ઘટતો જશે અને ઉભયપક્ષને જોડનારો માર્ગ ખુલો થતો જશે.

ગાંધીના સામાજિક મન અને રાજપ્રકરણ એ બેને કેટલાક પ્રસંગે તેમના કેટલાક અનુયાયીઓએ ભેળસેળ કરી |