પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દીધાથી તેમના કાર્યને કેટલીક વખત ધક્કો પણ લાગ્યો છે. તે કહે છે કે, જે સમાજરચનામાં અસ્પૃશ્યત્વ જેવાં ભયંકર વ્યંગ છે તેવા સમાજને રાજકીય હક્ક પ્રાપ્ત થાય તોપણ તે કંઇજ કામના નથી. સમાજનાં એ વ્યંગ દૂર કર્યા સિવાય સ્વરાજ્ય હાથમાં નથી આવવાનું, પણ રાજકીય ચળવળના અતિરેકથી સમાજમાં થતા ખળભળાટ તેમના વિચારને પોષક નીવડતો નથી. રાજશાસન અને સ૨કારી નોકરવર્ગ પ્રત્યે દ્વેષ કરવાની વૃત્તિ યુવાન અનુયાયીએામાં સ્વાભાવિકપણે ઘર કરી બેસે તેવી છે. લોક સેવા માટે જેમને સ્વયંસેવક બનાવવામાં આવે છે, તેમને ગાઇ વાજાવીને કહેવામાં આવે છે કે, સરકારને અડચણમાં નાખી રાજકારભારનું ગાડું ઉધું વાળવું એજ આપણું કામ છે.

બાળકો માટે શિક્ષણપદ્ધતિ કેવી હોવી જોઈએ અને શિક્ષણનું અંતિમ ધ્યેય શું ? તે વિષે અદ્યાપિ મહાત્માજીએ ખુલ્લું સ્પષ્ટીકરણ કર્યું નથી. છેક નાનાં બાળકોને પણ ફરજિયાત શિક્ષણ આપવાની વાત તેમની પસંદગી પામે એમ લાગતી નથી; તેજ પ્રમાણે વિજ્ઞાન, યંત્રકળા, પ્રાચીનવસ્તુ સંશોધન, અર્થશાસ્ત્ર વગેરે અર્વાચીન શાસ્ત્રોને પણ તેમની સાદી સીધી વ્યવસ્થામાં સ્થાન મળે તેમ લાગતું નથી. આખા દેશની એકભાષા થાય તેને માટે પણ તેઓ ખૂબ પ્રયત્ન કરે છે. માને છે કે, હિંદુસ્થાનની એક ભાષાનું સ્થાન હિંદીજ લઈ શકે. આ ભાષાના પ્રચાર માટે તેમણે પોતાની હમ્મેશની કાળજીથી ધન ભેગું કરીને તેમાંથી તેમણે દેશમાં હિંદી ભાષાના શિક્ષકો મોકલવાની વ્યવસ્થા પણ કરી છે. હાલમાં અસહકારનો જુવાળ વિશેષ જોરમાં હોવાથી નાની વાતો તરફ કુદરતી રીતેજ લક્ષ એાછું થયું છે. શિક્ષણ પદ્ધતિ સંબંધી અદ્યાપિ મહાત્માજીના મત પુષ્કળ લોકોને કદાચિત માન્ય પણ નહિ થાય