લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એથેન્સના કાયદા પ્રમાણે આવી જાતના ગુન્હાની તપાસ પંચની આગળ ચાલતી. સોકરેટીસની ઉપર રાજ્યધર્મને તોડવાનું અને બીજાઓને તોડવા માટે શીખવવાનું તોહોમત મુકવામાં આવ્યું હતું, ને તેની તપાસ મહાજનમંડળ પાસે ચાલેલી. મહાજનના ઘણા માણસોને સોકરેટીસના શિક્ષણથી નુકસાન થયું હતું તેથી તેએાને સોકરેટીસ ઉપર દ્વેશભાવ હતો. તેએાએ ખોટી રીતે સોકરેટીસને ગુન્હેગાર ઠરાવ્યો, અને તેને ઝેર પીને મરવાની સજા કરી. કોઈને દેહાંતદંડની શિક્ષા થતી ત્યારે તેનો અંત લાવવાના ઘણા રસ્તા લેવાતા. તેમાંથી સોકરેટીસને ઝેર પીને મરવાની સજા થયેલી.

આ વીર પુરૂષ પોતે ઝેર પીને મરણ પામ્યો અને જે દિવસે તે ઝે૨ પીવાનો હતો તેજ દહાડે તેણે શરીરના નાશવંતપણા ઉપ૨ અને જીવના અમરપણા ઉપર પોતાના એક મિત્ર-સાગરીત આગળ વ્યાખ્યાન કરેલું. એમ કહેવાય છે કે ઝેર લેતાંની છેલ્લી ઘડી સુધી સોકરેટીસ જરાએ ડરેલો નહિ અને તેણે હસમુખે ચહેરે તે પીધેલું. પોતાને જે વ્યાખ્યાન કરવાનું હતું તેનું છેલ્લું વાક્ય બોલીને, જેમ આપણે શરબતનો પ્યાલો રંગથી પીશું તેમ તેણે ઝેરનો પ્યાલો ૨ંગથી પીધો.

આજે દુનિયા સોકરેટીસને સંભારે છે. તેના શિક્ષણથી લાખો માણસને ફાયદો થયો છે. તેની ઉપર તહોમત મુકનારને અને તેને સજા આપનારને દુનિયા વખોડે છે. સેાકરેટીસ તો અમર થઈ ગયો છે અને તેના નામથી ગ્રીસ આખું પંકાયલું છે.

સાકરેટીસે પોતાનો બચાવ કરતાં જે ભાષણ કર્યું તેની નોંધ તેના સાગરીત પ્રખ્યાત પ્લેટોએ લખી છે. તેનો તરજુમો ઘણી ભાષાઓમાં થયો છે, તેનો બચાવ બહુ સરસ

અને નીતિના રસથી ભરેલો છે. તેથી અમે તે અહીં આપવા