પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આપણે સીંચીએ, તેટલે અંશે એ કવિતા સાચી બની એમ કહેવાનો આજે શિષ્ટાચાર છે. સહૃદયતાનું પ્રમાણ જેમ અલ્પ, તેમ તે કવિતાને વધુ નકલી કહેવાનો રિવાજ છે.

પ્રયોગકારો છીએ

પણ આપણી ઘણીખરી કવિતા મૂળે તો નકલી જ છે. છતાં એમાંની સર્વોત્તમ નકલ એ કે જે તત્ક્ષણ પૂરતી દિલસચ્ચાઈએ વિભૂષિત : બાકીની બધી બનાવટપણાથી દુષિત : 'ઊછી ઉધારા અરક લઈ માંહીં ભેળે તેલ ધૂપેલ : એ રે સૂરૈયાની કૂડી ચાલાકી, નારીરંજણ ખેલ !' ઉત્તમ કવિતાકારો કુશળ કસબીઓ હશે ખરા કવિએ ન યે હોય. એવું કથન તુચ્છકાર નથી સૂચવતું. કુશળ કસબીપણું પણ કંઈ રસ્તામાં પડ્યું છે ! योग: कर्मसु कौशलम्। : એ તો યોગ છે. એ છે પ્રયોગકારોનો યોગ. ઘણાખરા પ્રયોગો જ કરનારા છીએ. નાના પ્રકારના કલ્પના-પ્રયોગો કરી, નાના પ્રકારના લાગણી-પ્રયોગો કરી, નાના પ્રકારના ભાષાછંદોના પ્રયોગો કરી કરી આપણે પરાનુભવોનું એવું ઉચ્ચારણ શોધીએ છીએ, કે જે પરજનોને પોતાના હૈયે વારંવાર રમતું લાગ્યા કરતું હોય છતાં રમ્ય સ્વરૂપે પ્રકટ કરતાં ન આવડતું હોય : 'what oft was thought but never so well expressed.' આંગલ કવિ પોપની, કવિતા વિષેની આ પિછાન મને સ્વીકાર્ય છે. આપણો સ્વધર્મ, અનેક હૈયામાં રમી રહે તેવાં વાણી-સ્વરૂપો ઘડવાનો છે. જન જનને ઊર્મિ-બારે એના આતમતત્ત્વને ભાવતાં ટોપરાં તેજાનાનાં વ્હાણો નાંગરતા તમે સાહસશૂરની ખુમારી ભર્યા સોદાગરો છો કવિતાકારો ! તમે પરમ જ્યોતિના પારદર્શીઓ નથી.

પરાનુભવોને ઝીલવા, એ પણ ઉગ્ર સાધના માગી લે છે. આતમની એરણ પરે એ પરાનુભવનો હથોડો પડે છે, તે ક્ષણે શબદ-તણખા