આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૬૮]
:એકતારો:
સખી ! ફાગણે ફાવટ ના'વી રે,
રૂપાન્તર કે ભાષાન્તરની ચાવી રે,
તરજૂમાની મોસમ આવી;
—રઘુપતિ રામ૦ પ.
સખી ! ચૈતરે ચિત્ર કઢાવો રે,
કનુભાઈ કને દોડ્યા જાઓ રે,
હવે એની એ તાણે રેખાઓ;
—રઘુપતિ રામ૦ ૬.
સખી ! દાવ બળે વૈશાખી રે,
પાઠ્યપુસ્તકની રત પાકી રે;
યુનીવર્સિટી કૈકની કાકી;
—રઘુપતિ રામ૦ ૭.
સખી ! જેઠ જનાબ બુખારી રે !
દેશો રેડીઓ ઉપર વારી રે,
અર્થઘન છે કવિતાઓ મારી;
—રઘુપતિ રામ૦ ૮.
સખી ! આષાઢમાં અનુવાદો રે,
મુવા શરદબાબુ, નથી વાંધો રે,
ભાષા–ભાવની ખીચડી રાંધો;
—રઘુપતિ રામ૦