પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:એકતારો:
[૭૧]
 


સુણો કવિ ફરિયાદ, ત્વરિત તમ જવાબ દેજો,
ચંપા સમ તમ આંગળીઓને વંદન કહેજો,
જે લેખણ તમ હસ્તસ્પર્શથી જીવન પામી,
અચલકૂટના દેશવટા એ શે સહેવાની !
ગાત્ર ગયાં મુજ ગળી, બંધ મસીપાન થયાં છે,
સજા વ્યર્થતા તણી કઠિન આ ક્યમ ખેંચાશે ! ૩.

સ્વાધિકારને મદ ચડિયો મુજને કદિ પેખ્યો ?
બોર સમો તમ બોલ એક મેં કદી ઉવેખ્યો ?
કાગળ પર અક્ષરો ઝરે તને ઉરની ભાષા,
હરદમ એ વિણ હતી કોઈ મુજને અભિલાષા?
નીલકંઠ હું બની, તમારી ખિદમત કાજે,
નીલ શાહીનું ગરલ પીપી મુજ કંઠ જલે છે. ૪.

તમ કિર્તિના પથે ખેંચતી અગણિત રેખા
એક પુસ્તકે તોય ન મમ નામાક્ષર દેખાયા;
તમ હસ્તાક્ષર થકી બન્યો મોંઘેરો કાગળ,
પુરસ્કાર વિણ રહી એકલી હું જ અભાગણ.
કાગળનું મહાભાગ્ય, મેજ પર સૂતા રહેવું !
ડાબી જમણી દોડદોડ કરી મારે મરવું.
લખ્યું તમારૂં સર્વ અને તમ નામ તણો જશ
જાય દુષ્ટ કાગળને; મુજને સદાય અપજશ. ૫.