પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૭૪]
:એકતારો:
 



તકદીરને ત્રોફનારી

[બાઈ ! મેં તો પકડી આંબલિયાની ડાળ રે
જંગલ બીચ હું ખડી રે જી—એ ભજનઢાળ]


બાઈ ! એક ત્રાજવડાં ત્રોફણહારી આવી રે
ત્રોફાવો રૂડાં ત્રાજવાં હો જી;
છૂંદાવો આછાં છૂંદણાં હો જી.

બાઈ ! એ તો નીલુડા નીલુડા રંગ લાવી રે,
ત્રોફાવો નીલાં ત્રાજવાં હોજી !
છૂંદાવો ઘાટાં છૂંદણાં હોજી!

નાની એવી કુરડી ને,
માંહી ઘોળ્યા દરિયા;
બાઈ ! એણે કમખામાં સોય તો સંતાડી રે,
પાલવ ઊંચા નો કર્યા હો જી.—બાઈ એક૦ ૧.

આાભને ઉરેથી એણે
આઘી કરી ઓઢણી,
બાઈ ! એણે નવ લાખ ટીબકી બતાડી રે
કીધું કે આ મેં ત્રોફિયાં હો જી.—બાઈ એક૦ ૨.