પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૭૬]
:એકતારો:
 


ગાલે ટાંક્યાં ગલકૂલ,
કાંડે ટાંકી કાંકણી,
બાઈ ! મારી ભમર વચાળે ટીલ તાણી રે
ત્રોફ્યાં ને ભેળાં ફૂંકિયાં હો જી.—બાઈ એક૦ ૮.

કલેજા વચાળે એણે
કોર્યો એક મોરલો,
બાઈ ! મેં તો અધૂરો ત્રોફાવી દોટ મારી રે
કાળજડાં કોરાં રિયાં હો જી.—બાઈ એક૦ ૯.

ડેરે ને તંબુડે ગોતું,
ગોતું વાસે ઝૂંપડે;
બાઈ ! મારાં તકદીરની ત્રોફનારી રે
એટલામાં ચાલી ગઈ કિયાં હો જી.—બાઈ એક૦ ૧૦.