પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:એકતારો:
[૭૭]
 



યજ્ઞ—ધૂપ*[૧]

આઘેરી વનરાઈમાં ઈધન ક્યાં ચેતાય ?
કોને આંગણ યજ્ઞમાં આપણ તેડાં થાય ?

યજ્ઞનો ધૂપ ધમ ! ધમ ! દિગન્તે ચડે,
નોતરાં યુદ્ધનાં બારડોલી ઘરે,
દૂર બેઠેલ અમ પ્રાણ થનગન કરે,
યજ્ઞનો ધૂપ આકાશ ભર ઊભરે. ૧.

મીઠી સૌરભ ધૂપની દૂર સુદૂર છવાય,
લાખો હૈયાં તુજ પરે હોમાવા હરખાય;

લાખ હૈયાં ધબકતાં તુંને ભેટવા,
તોપ બંદૂક તલવાર પર લેટવા,
આજ તુજ યજ્ઞ–ધૂપે ભભકતી હવા,
પ્રેરતી લાખને યુદ્ધ–ઘેલા થવા. ૨.

લાખ લાખ નયનો રહ્યાં નિરખી અંબર માંય,
તારા યજ્ઞ–ધુંવા તણી યુદ્ધ–નિમંત્રક ઝાંય;


  1. * (બારડોલી સત્યાગ્રહ સમયનું)