પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૭૮]
:એકતારો:
 


નિરખતાં લાખ નયનો ગગન–કાંગર,
ઘૂંધળો ધૂપ ચઢતો જગત–નોતરે,
ભડ થજે, ભય નથી, આજ અમરાપરે
દેવ–કુલ યજ્ઞ તવ નિરખવા ઊતરે. ૩.

રહેજે મક્કમ મરણ લગ, મોત બિચારૂં કોણ !
તું મરતે જીવવું ગમે એવો કાયર કોણ !

તું મરંતે હજારો તનય હિન્દના
વિચરવા એ જ પંથે અમર ધામના
સજ્જ ઊભા, તું નિષ્પાપ છે, ડરીશ ના !
યજ્ઞનો ધૂપ પીધા પછી ફરીશ ના ! ૪.