પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:એકતારો:
[૭૯ ]
 



મોતનાં કંકુ-ઘોળણ
O

કંકુ ઘોળજો જી કે કેસર રોળજો !
પીઠી ચોળજો જી કે માથાં ઓળજો !

ઘોળજો કંકુ આજ યોદ્ધા રંગભીને અવસરે,
રોપાય મંડપ મોતના ગુર્જરી કેરે ઘરઘરે;
મીંઢોળબંધા, તજી માયા, સજી આયુધ નીસરે,
હરખાએ પ્રિયજન, ગાઓ ગુણીજન, દાવદુશ્મન થરથરે. ૧.

જોદ્ધા જાગિયા જી કે કાયર ભાગિયા,
ડંકા વાગિયા જી કે હાકા લાગિયા;

લાગિયા હોહોકાર રણલલકાર ઘર ઘર બારણે,
કંકુ લગાવત પ્રિયા, બહેની લળે વીરને વારણે;
સહુ સાથ લડશે, પછી રડશે કોણ કોના કારણે !
રિપુઓને આંગણ સંગ–પોઢણ પામવા દિલ રણઝણે. ૨.

માંડ્યાં કારમાં જી કે જુદ્ધ જગે નવાં,
ના ના મારવાં જી કે શીશ સમર્પવાં;