પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૮૬]
:એકતારો:
 


તલસાટો મુજ અંતર કેરા
દાખવું તો મને ધિઃક હરિ !
પતો ન મારો તને બતાવું
હું–તું છો નજદીક હરિ !—ગરજ૦ ૫

મારે કાજે તુજ તલસાટો
હવે અજાણ્યા નથી હરિ!
હું રીસાયલ ને તું મનવે
વિધવિધ રીતે મથી હરિ!—ગરજ૦ ૬

પવન બની તું મારે દ્વારે
મધરાતે ગુમરાય હરિ !
મેઘ બનીને મધરો મધરો
ગાણાં મારાં ગાય હરિ !—ગરજ૦ ૭

વૈશાખી બળબળતાં વનમાં
દીઠા ડાળેડાળ ભરી
લાલ હીંગોળી આાંગળીઆળા
તારા હાથ હજાર હરિ !—ગરજ૦ ૮

માછલડું બનીને તેં મુજને
ખોળ્યો પ્રલયની માંય હરિ
હું બન્યો કાદવ, તું બની ડુક્કર
રગદોળાયો, શરમ હરિ !—ગરજ૦ ૯