પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૮૮]
:એકતારો:
 



વધુ ન માગ્યું


*[૧]એક પરદેશી હતો મુરખડો
કબરમાં ય નવ પતો
અરે ભાઈ કબરમાં ય નવ પતો,
પીંજરાં તે એનાં કીડલે ભરખ્યાં
શબદ એનો તોય રમતો
રે ભાઈ શબદ રહી ગયો રમતો. ૧

એ રે શબદના પડછંદા કોઈ
ઝીલે ધણીના બંદા
રે ભાઈ ઝીલે કોઈ બાજંદા;
ડમરાં ને ડાહ્યાં દાંત કાઢતાં,
કબર દિયે પડછંદા
ભાઈ એની કબર દિયે પડછંદા. ર

“ડમરા ને ડાયા વીરા દેશીડા !
કાયદા ને કાનૂન ઘડજો
રે ભાઈ કાયદા ને કાનૂન ઘડજો,


  1. *એક સ્કોટીશ કવિનું કથન છે કે 'મને ફકત મારા દેશનાં લોકગીતો રચવા આપો, પછી મને ખેવના નથી કે મારા દેશના કાયદા કોણ ઘડે છે.' એ પરથી અહીં ઉતારેલો ભાવ.