પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:એકતારો:
[૯૧]
 


છિદ્રો બુર્યાં કે ?
બુદ્ધિ તણાં છિદ્ર બધાં બુર્યાં કે ?
વિચારમાં કોઈ તીનું નથી કે?
અક્કલ વિષે એક છીંડું નથી કે ?
છિદ્રો બુર્યાં કે ? ૩

ઘનઘોર તૂટે ?
ચિંતા નહિ, છો ઘનઘોર તૂટે,
આકાશથી વજ્ર ભલે વછૂટે,
વિદ્યુત્ તણાં તેલ તમામ ખૂટે,
તો યે કુબુદ્ધિની ન ટેક તૂટે
છો આભ તૂટે. ૪

બંદૂક સાચી.
બંદૂક સાચી, બીજું જૂઠ સર્વ,
છે આપણો એ અણમોડ ગર્વ,
છે જીવવું વર્ષ કરોડ ખર્વ,
બીજું જૂઠ સર્વ. પ

ગભરાવ છો શું ?
દ્વારો દીધાં તો ય મુંઝાવ છો શું ?
બંદૂકની આડશ છે પછી શું ?