પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૯૨]
:એકતારો:
 


થાકી ગયા ? લો, જરી થાક ખાશું,
ચમકો છો શાને, કહી 'આ શું, આ શું !’
ગભરાવ છો શું ? ૬

આ ચીંથરાં છે.
છાપેલ આ કાગળ–ચીંથરાં છે !
કોણે કહ્યું કે રુધિરે ભર્યાં છે ?
ફફડી ઉઠો કાં? ભડક ક્યહાં છે ?
આ ચીંથરાં છે. ૭

ડરથી નહિ હો !
આંહીં લપાયા, ડરથી નહિ હો !
આ વાંચી લઈએ, ડરથી નહિ હો !
ધ્રુજે કલેજાં, ડરથી નહિ હો !
ગાત્રો ગળે છે, ડરથી નહિ હો !
પ્રસ્વેદ છૂટે, ડરથી નહિ હો !
ભયથી નહિ હો ! ૮