પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૯૪]
:એકતારો:
 



મોરપીંછનાં મૂલ
Ο

આભને પાદર એક ચિતારે રાવટી તાણી રે
જી રે એક ! રાવટી તાણી,
રાવટીમાં એણે રંગની લાખો પ્યાલીઓ આાણી રે
જી રે ભાઈ ! કૂરડી આણી. ૧

આભને પાદર એક ચિતારે છૂબિયું માંડી રે
જી રે કાંઈ છૂબિયું માંડી,
છૂબિયુંમાં એણે છેલ છોગાળાં માનવી આલેખ્યાં રે
છોગાળાં ! માનવી આલેખ્યાં. ર

આભને પાદર છેલછોગાળાંની ભીડ જામી ગૈ રે
જી રે ભાઈ ! ભીડ જામી ગૈ,
ભીડમાંથી એણે તારવ્યાં નેણાં કામણગારાં રે
નેણાં કો’ક કામણગારાં ૩

આભને પાદર આપમોહ્યાં કૈંક દોડતાં ઘાયલ રે
જી રે ભાઈ ! દોડતાં ઘાયલ,