પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:એકતારો:
[૯૫]
 

ઘાયલો કેરા સાદ સુણી જાગી શેરીએ શેરી રે
જાગી કાંઈ શેરીએ શેરી. ૪

'આભને પાદર હીંડ ’લ્યા ગાયક !’ કોણ બોલાવે રે
જી રે મુને કોણ બોલાવે !
એ રે બોલાવણહારને એક સંદેશડો આપું રે
સાદો સંદેશડો આપું. ૫

આભને પાદર કેમ આવું ! મારી શામળી સુરત રે
જી રે ! મારી શામળી સુરત,
શામળાં કાળમુખાં કેરાં ચીતર ક્યાંય ભાળ્યાં છે રે
જી રે ભાઈ ! ક્યાંય ભાળ્યાં છે ? ૬

આભને પાદર રંગ–ચિતારાને આટલું કે'જો રે
જી રે ભાઈ ! આટલું કે’જો,
આટલું કે મુંને ચીતરી આપે મોરનું પીંછું રે
નાનું એક મોરનું પીંછું. ૭

આભને પાદર ગોતજે રે વીરા ! નેણલાં એવાં રે
ઘેરાં ઘેરાં નેણલાં એવાં,
આસમાની જેની મોરપીંછાને કાળજે ઓપે રે
પીંછાને કાળજે ઓપે. ૮