પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩

પીડિત-ગીતોનો ઝોક

પ્રલયની ફૂંકો તો પીડિતોનાં કાવ્યોમાં લગાવે છે કવિતાકારો. કટાક્ષોના ઉગ્ર દંશ દે છે ને પીડકોને દઝાડે છે. પણ ભજનની વાણીમાં પ્રવેશ્યા પછી તો પલેપલ ઉદ્ભવ્યા છે આખરી કલ્યાણના જ ઉદ્ગારો. ઉચ્છેદકોને સંબોધ્યું છે કે—

‘વીરા ! એક બીજ વાવીએ ન જાણ્યું
'તો લાખ ઝાડ કેમ બાળ્યાં ?
‘વીરા ! એક બુન્દ નીર ના ઉતાર્યું,
‘જૂનાં નવાણ કેમ ટાળ્યાં !’ (ભ્રાંતિ)

નર્યા 'વેગ'ને પંથવિહોણો પેખ્યો; ને સંહાર કરતાં સર્જનની જ શક્તિ સત્કારી. ‘સંહાર’ની બ્રહ્માંડો છૂંદતી ફાળો કરતાં સર્જનનાં નાનાં ને સુકુમાર પા પા પગલાં વધુ ને વધુ પ્રભાવશાળી દેખાયાં છે. ‘યુગવંદના’માં 'કરાલ કાલ’ને અને ઉચ્છેદક ‘ઓતરાદા વાયરા’ને અહ્વાન દેનારી રૂચિ આજે તો 'સંહારના સ્વામી’ નું રૌદ્ર રૂપ ગાતી ગાતી પણ આખરે દીનભાવે ભાખે છે કે -

'સંહારના સ્વામી ! તુંને વંદના હો જી;
'તું છો શિવ અને છો સુંદર
'તું છો સત્ય અને છો મંગલ રે
'આખર તો એવાં રૂપે રાજજો હો જી.'

અંતિમ મંગલતા

વિશ્વના પરમ કલ્યાણકર તત્ત્વની આ અંતિમતા તરફ આપણા અંતરનું ઢળવું, એ કેટલું અગોચર અને રહસ્યભર્યું છે ! જૂના કાળનું મારૂં 'વીર જતીન્દ્રને' જોઉ છું ને નવું 'ફાટશે અગ્નિથંભો' એની સાથે