પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦

જંગલમાંથી’ એટલાં ‘જન્મભૂમિ’ માં પ્રકટ થયેલાં. 'વર્ષા' ૧૯૩૫માં ‘બે ઘડી મોજ’માં છપાયું હતું.

'વીર જતીન્દ્ર' 'યજ્ઞધૂપ’ અને 'મોતનાં કંકુઘોળણ' વર્ષો પર એક નાના સંગ્રહમાં મૂકેલાં, પણ એવા ત્રણેક નાના સંગ્રહો વિખેરી નાખીને એનાં આ બે સિવાયનાં બધાં ‘યુગવંદના’માં ઉમેરી દીધેલાં; આ ત્રણ રખડુ મેંઢાં બહાર રહી ગયેલાં એને આજે આ વાડામાં પૂરવામાં આવે છે.

'તકદીરને ત્રોફનારી’, ‘ગરજ કોને' અને 'વધુ ન માગ્યું' એ ત્રણે અપ્રકટ નવલાં છે.

અનુવાદો

અનુવાદો ફક્ત પાંચ છે : 'કાંતનારાં’ ‘ધરણીને દેવ સમાં વરદાન’ ‘અનાદર પામેલ લેખિની’, ‘નૂતન યુગના જોગંદર જગદીશને’ અને 'ગરીબોદ્ધારની ચાલાકીઓ’. આની અસલ કૃતિઓ આજે હાથવગી હોત તો સરખામણી સમજવા માટે અહીં શામિલ કરત. એ ન સાચવ્યાની બેદરકારી સાલે છે.


ચિત્રો પરથી સૂઝેલાં

'લોકેશ્વરનો સેતબંધુ’ ફૈઝપુરની પ્રથમ પહેલી ગામડે ભરાયેલી મહાસભાનું સ્મરણ અંકિત કરે છે. કેટલાંક ગીતો ચિત્રો પરથી રચાયાં છે : 'પૃથ્વીનાં સાવકાં બાળ’ એ શ્રી. કનુ દેસાઈના 'ભાઈ બહેન’ પરથી; 'મને વેચશે મા' એક ગરીબના યુરોપી ચિત્ર પરથી : 'દ્યો ઠેલા' એક યુરોપી ચિત્ર પરથી; 'કેમ કરે કાયદે નૈ' એક હાથ કપાયેલા, રાજસ્થાની કારખાનાના મજૂરની છબી પરથી : 'હસતા હિમાદ્રિને' હિમાલયના નંગા શિખર પર