પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩


વર્ષા (પા. ૧૭) : વર્ષોને કાઠિયાણી રાજબાળા કલ્પી છે. 'સંધ્યાને તીર એક બખ્તરિયો જોધ ને ઘેડલાની જોડ્ય’=વર્ષાના દિનની સંધ્યાવેળાએ પશ્ચિમ દિશાને આભઆારે રચાતી કોઈ ઘોડેસવાર જોદ્ધાની વાદળી–આકૃતિ. બેલાડ્ય ચડી=એક ઘોડેસવારની પીઠ પાછળ બીજું ચડે તે 'બેલાડ્ય ચડ્યું' કહેવાય. વરસી રહેલી ઋતુ રાજબાળાને એવા કોઈ પિયુ સાથે ન્હાસી જતી કલ્પવામાં આ વર્ષાસંધ્યાઓની વાદળ આકૃતિઓ વિષેની નરી Phantasy છે. વીજળી–સનકાર=વીજળી રૂપી નયન–ઈસારો.

ધરણીને દેવ સમાં વરદાન (પા. ૧૯) : 'પૂર્વ પચ્છમને ગગન કેડલે...' એ પહેલી કડીમાં વૈજ્ઞાનિક હકીકત છે, કે આકાશવાણીની સ્વર–લહરો (Sound–waves) પણ પૂર્વમાંથી પશ્ચિમમાં ગતિ કરે છે. સર્જનહારે અમરોને દીધેલ વરદાન મર્ત્યભૂમિને ય દીધેલ છે, એટલે કે સૂર્યદેવના રથને જે ગતિ–દિશા દીધી છે તે જ ગતિદિશા ધરતીની આ સ્વરવાહક વૈજ્ઞાનિક શક્તિઓને દીધી છે.

નધણીઆાતી નથી (૨૧) : સૌરાષ્ટ્રની તાલુકદારી વસ્તીને ગાય કલ્પીને, તેને પોતાને તાબે કરવા મથતા રાજવીઓ રૂપી ગોવાળોની તાણાખેંચના રૂપકમાં મૂકેલ છે. આથેય=કોઈ પણ. નાદાર= તાકાતહીન, ગોકળી=ગોવાળ, ચામ=ચામડું. ગેલા = ઘેલા. વાંભ= ગોવાળ ધણીનો પશુને બોલાવતો સાદ.

દ્યો ઠેલા (પા. ૨૫) : સમાજરચનાના અત્યારે ખોટકોઈને અધવચ્ચે અટકી પડેલા યંત્ર–વાહનને ધકેલા દઈ દઈ મુકામ પર પહોંચાડવાની શ્રમજીવીઓની તમન્નાને બિરદાવતું નાદપ્રધાન ગીત. 'હમ્બેલા’ શ્રમોત્તેજક સ્વર માત્ર : જેમ ધોતા ધોબીનું 'શીયોરામ’, જેમ નાવિકોનું 'હબ્બેશ’ વગેરે.

ગરીબોદ્ધારની ચાલાકીઓ (પા. ૩૮) : 'એનાં બાળોને એક નિશાળ બાળો, બાળો નસ થોડી...બાળો=તિરસ્કારપૂર્વક આપો.